મુખ્ય સમાચાર
News of Monday, 22nd February 2021

જ્યાં સુધી કાયદાની બધી જોગવાઈ પુરી ન થાય ત્યાં સુધી શબનમને ફાંસી આપવાનો કોઈ સવાલ નથી : શબનમના વકીલ શ્રેયા રસ્તોગી : પરિવારના સાત સભ્યોની હત્યા કરવા મામલે ફાંસીની સજાની આરોપી શબનમે યુ.પી. ગવર્નર સુશ્રી આનંદીબેન પટેલ તથા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ સમક્ષ બીજી વખત દયાની અરજી કરી

ન્યુદિલ્હી : પરિવારના સાત સભ્યોની હત્યા કરવા મામલે જેને ફાંસીની સજા ફરમાવાઈ છે તેના વકીલ શ્રેયા રસ્તોગીએ જણાવ્યું હતું કે જ્યાં સુધી કાયદાની બધી જોગવાઈ પુરી ન થાય ત્યાં સુધી શબનમને ફાંસી આપવાનો કોઈ સવાલ નથી .

ફાંસીની સજામાંથી બચવા માટે શબનમે બીજી વખત ઉત્તર પ્રદેશ  ગવર્નર સુશ્રી આનંદીબેન પટેલ તથા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ સમક્ષ દયાની અરજી કરી છે.

જ્યાં મહિલાને પણ ફાંસીની સજા આપી શકાય છે તેવી દેશની એકમાત્ર જેલ મથુરામાં શબનમને ફાંસી આપવા માટે થઇ રહેલી તૈયારીઓ મામલે શબનમના વકીલે જણાવ્યું હતું કે જ્યાં સુધી કાયદાની તમામ જોગવાઇઓનો આરોપીને લાભ મળે નહીં ત્યાં સુધી ડેથ વોરંટ જારી કરી શકાય નહીં.

ઉલ્લેખનીય છે કે શબનમે 2008 ની સાલમાં 10 વર્ષના બાળક સહીત પોતાના પરિવારના 7 સભ્યોને મોતને ઘાટ ઉતારી દીધા હતા જેના કારણમાં પોતાના પ્રેમીનો અસ્વીકાર કરવાનું કારણ હતું.

ફાંસીની સજા પામેલી શબનમ હાલની તકે મથુરા જેલમાં બંધ છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(12:31 pm IST)