મુખ્ય સમાચાર
News of Monday, 22nd February 2021

જાલના મંદિર આસપાસ સામટા ૫૫ કોરોના કેસ મળી આવતા મંદિર બંધ કરાયું

મુંબઇ,તા. ૨૨: મહારાષ્ટ્રમાં જાલના મંદિરની આસપાસ રહેનારા ૫૫ લોકો કોરોના સંક્રમિત થતાં આ સુપ્રસિદ્ઘ મંદિર બંધ કરવામાં આવ્યું છે.

જાલના મંદિરમાં દર્શનાર્થે જિલ્લામાં અને આખા મહારાષ્ટ્ર રાજયથી શ્રદ્ઘાળુઓ આવે છે અને અહીં રોકાય છે. મંદિરની આસપાસ રહેનારા ૫૫ લોકો કોરોના વાયરસ સંક્રમિત થયા છે. આ પછી મંદિરને બંધ કરી દેવાયું છે.

અધિકારીએ રવિવારે કહ્યું કે જયવાડીના મંદિરનું નામ જાલીચા દેવ છે. અને આસ્થાનું મોટું કેન્દ્ર છે.

જિલ્લા પ્રશાસન અધિકારીએ કહ્યું કે મંદિરના જિલ્લામાં અને મહારાષ્ટ્રમાંથી શ્રદ્ઘાળુઓ આવે છે અને અહીં રોકાય પણ છે. મંદિરની આસપાસના ૫૫ લોકો કોરોના સંક્રમિત થયા છે. આ પછી મંદિરે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ગામવાસીઓ અને મંદિરની સમિતિના સભ્યોની તપાસ કરવા માટે સ્વાસ્થ્ય સમિતિની ટીમ પણ તૈયાર કરાઈ છે.

આવતીકાલે મંગળવારથી મહારાષ્ટ્રમાં રાજકીય, ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો પર પણ રોક લગાવી છે.

(10:37 am IST)