મુખ્ય સમાચાર
News of Monday, 22nd February 2021

'પગડી સંભાલ દિવસ' કાલે દિશભરના ખેડૂતો ઉજવશે : અઠવાડિયાનો કાર્યક્રમ જાહેર

બુધવારે દમન વિરોધ દિન, રાષ્ટ્રપતિને મેમોરેન્ડમ અપાશે : શુક્રવારે યુવા કિસાન દિન અને શનિવારે મઝદૂર કિસાન દિન ઉજવાશે

નવી દિલ્હી,તા. ૨૨: કૃષિ કાનૂનોના વિરોધમાં ૩ મહિનાથી ચાલી રહેલ આંદોલનનો ત્રિવ બનાવવા ખેડૂત આગેવાનોએ આવતીકાલે ૨૩ ફેબ્રુઆરીએ મંગળવારે દેશભરના ખેડૂતો 'પગડી સંભાલ દિવસ' ઉજવશે.

મોદી સરકાર વિરુદ્ઘ કિસાન મોરચાનો એક અઠવાડિયાનો કાર્યક્રમ જાહેર થયો છે અને  આવતીકાલે ૨૩ થી ૨૭ ફેબ્રુઆરી સુધી વિવિધ દિવસો અને કાયદાઓનો વિરોધ કરાશે તેમ જાહેર થયું છે.

ખેડૂત આંદોલનની બાગડોર સંભાળી રહેલસંયુકત કિસાન મોરચાએ આંદોલનને તીવ્રતા આપવા માટે ૨૩ થી ૨૭ ફેબ્રુઆરી સુધી વિવિધ કાર્યક્રમોની જાહેરાત કરી છે. આવતીકાલે જે મુજબ ૨૩ ફેબ્રુઆરીએ પગડી સંભાલ દિવસ તરીકે ઉજવાશે, ૨૪ ફેબ્રુઆરીએ બીજા દિવસે, દેશભરમાં ખેડૂતો 'દમન વિરોધી દિવસ' ઉજવશે. આ ઉપરાંત ૨૪ ફેબ્રુઆરીએ દેશભરના ખેડૂતો વતી રાષ્ટ્રપતિને એક મેમોરેન્ડમ પણ સોંપવામાં આવશે. આ સાથે જ ૨૬ ફેબ્રુઆરીએ દેશભરમાં 'યુવા કિસાન દિવસ' ઉજવાશે. બીજા દિવસે ૨૭ ફેબ્રુઆરીએ ખેડૂતો દ્વારા 'મઝદુર કિસાન દિવસ' તરીકે ઉજવવામાં આવશે.

ત્રણેય કૃષિ કાયદા પાછા લાવવાની માંગણી અંગે ખેડૂતો હજુ પણ સંપૂર્ણ રીતે મક્કમ છે. એટલું જ નહીં, હવે ખેડૂતોએ તેમના આંદોલનને વધુ તીવ્ર બનાવવાની રણનીતિ તૈયાર કરી છે. સંયુકત કિસાન મોરચાએ કિસાન આંદોલનને વધુ તીવ્ર બનાવવા એક અઠવાડિયાનું શેડ્યૂલ બહાર પાડ્યું છે. સંયુકત કિસાન મોરચાની મળેલી બેઠકમાં આંદોલનની સમીક્ષા કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ત્રીજા તબક્કાની વ્યૂહરચના હેઠળ ખેડૂતો પોતાનું આંદોલન વધુ તેજ કરશે.

આ દરમિયાન મોરચા દ્વારા જાહેર કરાયેલા અઠવાડિયાના સમયપત્રક પછી, હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે ખેડૂતો ખેતીના કાયદા પાછા લેવાની માંગણી માટે આરપારની લડાઈ લડવા પણ તૈયાર છે. ખેડૂત નેતા યોગેન્દ્ર યાદવના જણાવ્યા મુજબ સંયુકત કિસાન મોરચાએ આજે   ચાર મોટા નિર્ણયો લીધા છે. મોરચાની બેઠકમાં કિસાન આંદોલનની સમીક્ષા પણ કરવામાં આવી હતી. આ સમીક્ષા પછી, આંદોલનના ત્રીજા તબક્કાની વ્યૂહરચના સર્વાનુમતે નક્કી કરવામાં આવી છે.

ખેડૂત નેતા પ્રેમસિંહ ભંગુએ જણાવ્યું હતું કે, ગંભીર કલમો હેઠળ ૧૨૨ ખેડૂતોને જેલમાં રાખવામાં આવ્યા છે.પોલીસે અત્યાર સુધીમાં ખેડૂતો સામે ૪૪ કેસ નોંધ્યા છે. સરકાર ખેડૂતોમાં ભય પેદા કરવા માંગે છે.

ખેડૂતોની ચાર મુખ્ય માંગણીમાં જેલોમાં ખેડૂતોની મુકિત, ખેડૂતો સામેના કેસ પાછા ખેંચવા, ખેડૂત નેતાઓને નોટિસ ફટકારવાનું બંધ કરવું અને સરહદો પર બેરિકેડિંગ હટાવવાનો સમાવેશ છે.કિસાન સભા હરિયાણાના ઈન્દ્રજીતે કહ્યું કે સરકાર મૂર્ખતાની પ્રવૃત્ત્િ।ઓ કરી રહી છે. ૨૬ જાન્યુઆરીએ, ખેડૂતોની ધરપકડ કરવામાં આવી ન હતી પરંતુ અપહરણ કરવામાં આવ્યું હતું. સરકારની કાર્યવાહીથી ખેડૂતોમાં રોષ છે. ખેડૂતોએ આંદોલનને વધુ તીવ્ર બનાવવાનો નિર્ણય લીધો છે.

(10:35 am IST)