મુખ્ય સમાચાર
News of Monday, 22nd February 2021

બંગાળ - આસામમાં આજે પીએમ મોદીની ચૂંટણી રેલી

મેટ્રો ટ્રેનનું કરશે ઉદ્ઘાટન : હુગલીના મેદાનમાં સભાનું કરશે સંબોધન

નવી દિલ્હી તા. ૨૨ : બંગાળમાં ચૂંટણી પહેલા પોતાના પ્રવાસ દરમિયાન અનેક રેલ પરિયોજનાનોની ભેટ આપશે. પીએમ મોદી આજે કોલકત્તાથી ઉત્તર દક્ષિણ લાઈનના વિસ્તારના ઉદઘાટન કરશે. કોલકત્તા મેટ્રોના પ્રવકતા ઈન્દ્રાણી બેનર્જીએ કહ્યું કે પ્રધાનમંત્રી હુબલી જિલ્લાના એક કાર્યક્રમમાં નોઆપાડાથી દક્ષિણેશ્વર સુધી એક ટ્રેનને લીલી ઝંડી દેખાડશે. આ બાદ આગામી ૨૩ ફેબ્રુઆરીથી સામાન્ય લોકો બહું પ્રતીક્ષિત મેટ્રો સેવા શરુ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે આ મેટ્રો સેવા નોઆપાડાથી દક્ષિણેશ્વર સુધી ચાલશે. આ માટે નોઆપાડા અને દક્ષિણેશ્વરની વચ્ચે હજારો લોકોને જોડવામાં મદદ મળશે.

નોઆપાડાથી દક્ષિણેશ્વરની વચ્ચે ૪.૧ કિમીના વિસ્તાર કરવામાં આવ્યો છે. આનો ખર્ચ લગભગ ૪૬૪ કરોડ રૂપિયાની આસપાસ છે. આ રુટ પર મેટ્રો સેવા શરૂ થયા બાદ સામાન્ય જનને ટ્રાફિકતી રાહત મળશે. તે સ્મુધ ટ્રાવેલિંગ કરી શકશે. સાથે લાખો પર્યટકો તથા ભકતોને રાહત મળશે જે દક્ષિણેશ્વરી કાળી દર્શન માટે જાય છે. એટલે કે મેટ્રો શરુ થયા બાદ વિશ્વ પ્રસિદ્ઘ કાળી મંદિર સુધી ઓછા સમયમાં પહોચી શકાય છે.

મેટ્રોના એક અધિકારીએ કહ્યું કે દક્ષિણી કિનારા કવિ સુભાષ સ્ટેશનથી પ્રવાસી ૩૧.૩ કિમીનું અંતર કાપી ફકત એક કલાકમાં દક્ષિણ છેડા સુધીનો પ્રવાસ કરી શકશે. વર્કિંગ ડેઝમાં દક્ષિણેશ્વરથી ન્યૂ ગાડિયા સુધી ઓફિસ ટાઈમ દરમિયાન મેટ્રો ૬ મિનિટના અંતરાલ પર ચાલશે, આ રૂટ પર છેલ્લી મેટ્રો ૯.૩૦ વાગે મળશે. કિલોમીટર વધવા પર મહત્તમ ભાડુ ૨૫ રુપિયા છે. પહેલા ન્યૂ ગાડીઓથી નોઆપાડા સુધી મેટ્રો ચાલતી હતી. હવે આ દક્ષિણેશ્વર સુધી થઈ જશે. નોઆપાડા બાદ ૨ સ્ટેશન છે. બરાહનગર અને અંતિમ સ્ટેશન દક્ષિણેશ્વર છે. ઉલ્લેખનીય છે કે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હુગલીના ડનલપ મેદાનમાં એક સભા સંબોધિત કરશે.

(10:31 am IST)