મુખ્ય સમાચાર
News of Monday, 22nd February 2021

ભારત-ચીન વચ્ચે આપસી સહમતિ:બાકીના સીમા વિવાદો હલ કરવા પણ તૈયાર : બંને દેશોએ કરી 16 કલાક લાંબી વાતચીત

મીટિંગ ચીની સાઇડમાં સ્થિત 'મોલ્ડો/ચુશૂલ બોર્ડર મીટિંગ પોઇન્ટ પર થઇ

નવી દિલ્હી : ભારત અને ચીન બંને દેશો પૂર્વી લદ્દાખમાં તૈનાત પોત-પોતાના સૈનિકોને પરત હટાવવા મામલે સહમત થઇ ચૂક્યા છે જેનાથી દશેક મહીના અગાઉ જે જૂનો વિવાદ હતો તે ખતમ થયો, જે એપ્રિલ, 2020થી બંને દેશોની વચ્ચે ચાલી રહ્યો હતો. આ પ્રક્રિયા બાદ હવે બંને દેશોની વચ્ચે કોર કમાન્ડર સ્તર પર દસમી બેઠક થઇ છે. જેમાં બંને દેશોએ પેંગોંગ ઝીલથી ફ્રન્ટલાઇન પર લડી રહેલા સૈનિકોને હટાવવા માટે કરવામાં આવેલા પ્રયાસોને લઇને સકારાત્મક પ્રતિક્રિયા આપી અને આ પ્રયાસોની પ્રશંસા કરી હતી

પેંગોંગ ઝીલથી જે રીતે સૈનિકોને હટાવીને સીમા પર તણાવ ઓછો કરવામાં આવ્યો છે. તે બાકીના ક્ષેત્રો માટે એક સારું ઉદાહરણ છે કે, જ્યાં બંને દેશોની વચ્ચેના વિવાદ ચાલી રહ્યો છે. તેનાથી LAC ના પૂર્વી સેક્ટર વિવાદ મામલા સામે પણ નિપટી શકાય. કોર કમાન્ડર સ્તર પર થયેલી વાતચીતમાં રેન્ડમ વિષયો પર પણ ચર્ચા થઇ. જેમાં બંને દેશોએ પશ્ચિમી સેક્ટર (વેસ્ટર્ન સેક્ટર) ના વિશે પણ એકબીજા સાથે પોતાના વિચારો એક્સચેન્જ કર્યાં.

બંને દેશોની વચ્ચે થયેલી વાતચીત અંદાજે 16 કલાક સુધી ચાલી. આ મીટિંગમાં પેંગોંગ ઝીલની જેમ જ ગોગરા અને હોટસ્પ્રિંગના મુદ્દાને પણ શાંતિપૂર્ણ રીતે સુલઝાવી લેવા પર વિચાર કરવામાં આવ્યો છે.

બંને પક્ષ પોત-પોતાના નેતાઓની અંદરોઅંદરની સહમતિને ફોલો કરવા માટે સહમત થયા છે. બંને જ પક્ષે આગળ પણ વાતચીત શરૂ રાખવા માટે જમીન પર સ્થિતિને નિયંત્રિત કરવા અને આગળના મામલાને ટૂંક સમયમાં જ જલ્દીથી હલ કરવા માટે સામાન્ય સહમતિ બનાવવા માટે તૈયાર થયા છે. બંને દેશ બાકી વિવાદિત ક્ષેત્રો જેમ કે, ડેપ્સાંગ માટે પણ મિલિટ્રી અને રાજનૈતિક લેવલ પર વાતચીત કરવાની જરૂરિયાત પર સહમત થયાં હતા

(10:30 am IST)