મુખ્ય સમાચાર
News of Monday, 22nd February 2021

પતંજલીની કોરોનાની દવા કોરોનીલ WHO સર્ટિફાઈડ નથી: ટ્વીટ કરીને કર્યો ખુલાસો

WHOએ કોઈ પણ ટ્રેડિશનલ દવાને કોરોના વાયરસના ઈલાજ માટે પ્રમાણપત્ર આપ્યું નથી. કોઈને સર્ટિફાઈડ કરી નથી.

નવી દિલ્હી : વિશ્વ આરોગ્ય સંસ્થાએ સ્પષ્ટ કર્યું છે કે, કોવિડ-19ની સારવાર માટે કોઈ પણ ટ્રેડિશનલ મેડિસીનની અસરના ના કોઈ રીવ્યૂ કરાયો છે ન કોઈને સર્ટિફાઈડ કરવામાં આવી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાનું આ નિવેદન પતંજલી આયુર્વેદના એ દાવાના એક દિવસ બાદ આવ્યું છે. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે, કોરોનીલ દવાને WHOની સર્ટિફિકેશન સ્કીમ અંતર્ગત આયુષ મંત્રાલય તરફથી પ્રમાણપત્ર મળ્યું છે. પણ હવે WHOના દક્ષિણ પૂર્વ એશિયાના રીજનલ ઓફિસ પોતાના ટ્વીટર પરથી એવું ટ્વીટ કર્યું છે કે, WHOએ કોઈ પણ ટ્રેડિશનલ દવાને કોરોના વાયરસના ઈલાજ માટે પ્રમાણપત્ર આપ્યું નથી. કોઈને સર્ટિફાઈડ કરી નથી. પતંજલી આયુર્વેદના મેનેજિંગ ડાયરેક્ટર આચાર્ય બાલકૃષ્ણએ પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે, કોરોનીલ માટે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા એટલે કે DCGIએ ફાર્માસ્યુટિલ પ્રોડક્ટ સર્ટિફિકેટ આપી દીધું છે.

એક વાત એ પણ સ્પષ્ટ છે કે, WHOએ કોઈ પણ દવાને હજું મંજૂરી આપી નથી અને નામંજૂર પણ કરી નથી. શુક્રવારે યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં રામદેવે ફરી એકવખત કોરોનાની દવા કોરોનીલ લૉન્ચ કરી છે. આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધન અને પરિવહન મંત્રી નીતીન ગડકરી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રામદેવ બાબાએ એવો દાવો કર્યો હતો કે, પતંજલી રીસર્ચ ઈન્સ્ટિટ્યુટની આ દવા વિશ્વ આરોગ્ય સંગઠન તરફી સર્ટિફાઈડ છે

(12:00 am IST)