મુખ્ય સમાચાર
News of Monday, 22nd February 2021

ખેડૂતોના ખાતામાં આવી શકે 70 હજાર કરોડ: ખાદ્યતેલની આયાત નિર્ભરતા ઓછી કરવા મોદી સરકારનું મિશન

ખાદ્ય તેલ મામલે આત્મનિર્ભરતા લાવવા સાથે તેની આવક પર થતાં ખર્ચના પૈસા ખેડૂતોના ખાતામાં આવશે

નવી દિલ્હી : ભારત સરકાર હવે ખાદ્ય તેલ આયાતને લઈને દેશની નિર્ભરતા ઓછી કરવાના મિશન સાથે કામ કરી રહ્યુ છે. પ્રધાનમંત્રી મોદીએ નીતિ આયોગની છઠ્ઠી ગવર્નિંગ કાઉંસિલની બેઠકમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે, કૃષિ પ્રધાન દેશ હોવા છતાં ભારત વાર્ષિક લગભગ 65,000-70,000 કરોડ રૂપિયાનું ખાદ્ય તેલ આયાત કરે છે. પ્રધાનમંત્રીએ કહ્યુ હતું કે, આયાત ખર્ચ થતાં આ પૈસા દેશના કિસાનોના હિતમાં આવી શકે છે.

જે અંતર્ગત અલગ અલગ સ્ત્રોતથી ખાદ્ય તેલનું ઉત્પાદન વધારવાની સાથે સાથે તેલની વ્યાજબી વેચાણ માટે લોક-જાગૃતિ પણ ફેલાવામાં આવે. નિષ્ણાંતોની માનીએ તો, ભારત સરકારના આ નવા મિશનનો ઉદ્દેશ્ય ખાદ્ય તેલના મામલે ફક્ત આત્મનિર્ભરતા લાવવાનો નથી, પણ તેની આવક પર થતાં ખર્ચના પૈસા ખેડૂતોના ખાતામાં નાખવાનો છે.

 

નેશનલ ઓયલ સીડ મિશન પર આગામી પાંચ વર્ષમાં લગભગ 19,000 કરોડ રૂપિયા ખર્ચ કરવાની યોજના છે. કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, મિશનની તૈયારી કરીને 1 એપ્રિલથી લાગૂ કરવાની સંભાવના છે.

ભારત દર વર્ષે લગભગ 150 લાખ ટન ખાદ્ય તેલ આયાત કરે છે. જ્યારે ઘરેલૂ ઉત્પાદન લગભગ 70-80 લાખ ટન છે. દેશની વધતી વસ્તીની સાથે સાથે ખાદ્ય તેલની માગમાં પણ વધારો થયો છે. ત્યારે આવા સમયે ખાદ્ય તેલમાં આત્મનિર્ભરતા લાવવી એ સૌથી મોટો લક્ષ્‍યાંક છે. પણ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના નિર્દેશક ડો. ત્રિલોચન મહાપાત્રા કહે છે કે, જ્યારે કોઈ કામ મિશન મોડમાં હોય છે, ત્યારે તેમાં સફળતા મળવાની સંભાવના ખૂબ વધારે હોય છે.

(12:00 am IST)