મુખ્ય સમાચાર
News of Monday, 29th June 2020

દેશમાં કોરોનાએ કાળોકહેર વર્તાવ્યો :97 દિવસને બદલે માત્ર 3 દિવસમાં 50 હજાર કેસ વધ્યા :વધુ 412 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 16899

છેલ્લા 12 દિવસમાં 2 લાખ કેસ નોંધાયા : સક્રીય કેસ 2.14થી વધુ અને 3. 34 લાખથી વધુ દર્દીઓ સાજા થયા

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો જાળ ફેલાતો જાય છે. સોમવારે દર્દીઓની સંખ્યા 5.50 લાખને પાર કરી ગઇ છે પહેલાં 50 હજાર સંક્રમિતો આશરે 97 દિવસે પહોંચતા હતા હવે માત્ર 3 દિવસમાં 50000 દર્દીઓ વધી રહ્યા છે. 2 લાખ દર્દીઓ તો છેલ્લા 12 દિવસમાં નોંધાયા છે  જો કેસો આવી ગતિથી વધતા રહેશે તો જુલાઇના અંત સુધીમાં સંક્રમિતોનો આંકડો 15 લાખનો પાર કરી જવાની દહેશત છે.

 

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 19459 કેસ સામે આવ્યા છે તેની સાથે કુલ દર્દીઓની સંખ્યા 5,67 લાખથી વધુ થઇ ગઇ છે. જ્યારે 412 લોકોનાં મોત થયા. તેની સાથે કુલ મૃત્યુઆંક 16899 થયો છે હાલમાં દેશમાં 2,14 લાખથી વધુ સક્રીય કેસ છે. જ્યારે 3, 34 લાખથી લોકો સાજા પણ થઇ ગયા. કેસોના મામલે ભારત ચોથા સ્થાને છે.

(11:52 pm IST)