મુખ્ય સમાચાર
News of Monday, 29th June 2020

મુંબઇમાં પાંચ લાખ પ્રવાસી મજુરો પરત ફર્યો

હવે કોરોના વાયરલનો ડર નથી લાગતો

મુંબઇ,તા.૨૯ : થોડા દિવસ પહેલા મુંબઇથી પ્રવાસી મજૂરોનો પોતાના ગામડે સિલસીલો ચાલ્યો હતો, જેના પર ઘણું રાજકરણ પણ થયું. પણ હવે રાહતની વાત એ છે કે ગામડે ગયેલા મજૂરો પાછા આવવાના શરૂ થઇ ગયા છે મહારાષ્ટ્રમાં ધીમે-ધીમે રોજગારની તકો વધી રહી છે. ઔદ્યોગિક કારખાના, વિભીન્ન મેટ્રો પરિયોજનાઓના કામ શરૂ થવાની સાથે રોજગારની તલાશમાં ફરી પ્રવાસી મજૂરો મુંબઇ પાછા આવવા લાગ્યા છે. રેલ્વેના આંકડાઓ પર ધ્યાન આપીએ તો કોરોનાની બીકે ગામડે ગયેલા સાડાપાંચ લાખ મજૂરો અને વેપારીઓ મુંબઇ પાછા આવી ગયા છે.

લોકડાઉનના કારણે આખા મહારાષ્ટ્રમાંથી ૮૪૪ ટ્રેનો દ્વારા જૂનના પહેલા અઠવાડીયા સુધીમાં કુલ ૧૮ લાખ મજૂરોએ પલાયન કર્યુ હતું. મુંબઇ થી લગભગ ૧૦ લાખ લોકો લોકડાઉન દરમ્યાન પોતાના ગામ જતા રહ્યા હતા. તેમાંથી ૭ લાખ લોકો ટ્રેનથી અને બાકીનાઓએ અન્ય રીતે મુસાફરી કરી હતી.

હવે મુંબઇ આવતી ટ્રેનોના મળતા આંકડાઓ અનુસાર મુંબઇ આવતીસ ટ્રેનો ૨૬ જુને ૧૦૦ ટકા ભરેલી હતી.

રેલ્વેના જન સંપર્ક અધિકારી રવિન્દ્ર ભાકરે જણાવ્યું કે જ્યારે સોશ્યલ ટ્રેનો ચાલુ કરાઇ ત્યારે ટ્રેનો ફકત ૭૦ ટકા જેટલી જ ભરેલી હતી પણ હવે મોટાભાગની ટ્રેનોમાં ૧૦૦ ટકા બુકીંગ હોય છે મધ્ય રેલ્વેના જન સંપર્ક અધિકારી શિવજી સુતારે જણાવ્યું કે હાલમાં કુલ ૩.૫ લાખ મુસાફરો  વિવિધ રૂટો દ્વારા મુંબઇ પહોંચ્યા છે. તેમાંથી અઢીલાખ મુસાફરો યુપી, બિહાર અને પશ્ચિમ બંગાળાથી આવ્યા છે. જુલાઇમાં મુંબઇ આવનારી ટ્રેનમાં બુકીંગ  કુલ છે. મુંબઇમાં રિક્ષા ચાલવતા સંતોષ યાદવે જણાવ્યું કે લોકડાઉન દરમ્યાન આર્થિક સ્થિતી ખરાબ થઇ ગઇ હતી. તે દરમ્યાન પિતાનું મોત પણ થયું હતું. ઘરના બધા સભ્યોએ મુંબઇ કાર બુક કરાવીને જવું પડ્યું તેમાં ૫૦ હજાર રૂપિયા ખર્ચાઇ ગયા. હવે મુંબઇ રીક્ષાઓ ચાલાવા લાગી એટલે પાછા આવવું પડ્યું. છેવટે તો અમારો રોજગાર અહીં જ છે. અમે કાયમની ટ્રેનમાં આવ્યા પણ કોઇ મુશ્કેલી નહોતી પડી.

(3:00 pm IST)