મુખ્ય સમાચાર
News of Saturday, 23rd May 2020

છેલ્લા આઠ સપ્તાહમાં એવા અનેક મામલાઓ બન્યા છે જેમાં ન્યાયાધીશોએ સરકારને જવાબદાર નથી ઠેરવીઃ સુપ્રિમ કોર્ટના સિનીયર ધારાશાસ્ત્રીનો આરોપ

નવી દિલ્હીઃ સુપ્રિમ કોર્ટના સિનીયર ધારાશાસ્ત્રી દુષ્યંત દવેએ આજે જણાવ્યું છે કે, આજે ભારતમાં એવી સ્થિતિ છે કે, કોઇ કોઇને જવાબદાર નથીઃ સરકારમાં પણ આવું જ ચાલી રહ્યું છેઃ તેમણે જણાવ્યું છે કે, છેલ્લા આઠ સપ્તાહમાં એવું જોવા મળ્યું છે કે, ન્યાયાધીશો કે જેમણે સરકારને જવાબદાર ઠેરવવાની હતી તેઓ આવું કરવામાં નિષ્ફળ ગયા છેઃ તેમણે જણાવ્યું છે કે, સ્થિતિ એવી છે કે જ્યુડિશીયલ પાવર્સ જાણે કે તૂટી પડ્યા હોય એટલે કે કોલેપ્સ થઇ ગયા હોયઃ તેમણે જણાવ્યું છે કે, દેશમાં સ્થિતિ એવી છે કે, માત્ર ૪ કલાકની નોટીસમાં લોકડાઉન જાહેર થયુ છતાં ન્યાયાધીશો પોતાની ચેમ્બરોમાં મુક પ્રેક્ષક બની રહ્યાઃ તેમણે એક સમારોહમાં આ બાબત જણાવી હતીઃ તેમણે જણાવ્યું છે કે, કોરોનાના સંકટમાં માત્ર શ્રમિકોનો જ પ્રશ્ન નથી પરંતુ અનેક પ્રશ્નો ઉભા થયા છેઃ ભારત એક ગરીબ દેશ છે જ્યાં ખરાબ આરોગ્યને લગતી સુવિધાઓ છે એ દેશમાં વધારે સારી આરોગ્યની સુવિધાઓની જરૂર છેઃ જ્યારે ચીને કોવિડ-૧૯ની જાહેરાત કરી ત્યારે જ ભારતે પગલા લેવાની જરૂર હતીઃ એવા અનેક કેસ આવ્યા છે જેમાં જ્યુડિશીયરી નિષ્ફળ ગઇ છે

(3:57 pm IST)