મુખ્ય સમાચાર
News of Friday, 22nd May 2020

નટ સમાજમાં હવે શબની દફનવિધિ નહી પણ અગ્નિ સંસ્કાર કરાશે

ઉતરપ્રદેશના સલાવા ગામમાં મળેલી પંચાયતની મીટીંગમાં નિર્ણય લેવાયો

મુરાદાબાદ, તા., ૨૨: ઉતરપ્રદેશના મુરાદાબાદ જીલ્લાના સલાવા ગામમાં નટ સમાજની મળેલી પંચાયતની બેઠકમાં નટ સમાજમાં હવેથી શબની દફનવિધિ નહિ પણ અગ્નિ સંસ્કાર કરવાનો નિર્ણય લેવાયો હતો. નટ સમાજની આ મહત્વપુર્ણ બેઠકમાં મહિલાઓ અને પુરૂષો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. તેમજ ગ્રામ પ્રધાનપતિ  મહેન્દ્રસિંહ રંધાવા અને નટ સમાજના મુખીયા જયપાલ ઉપસ્થિત રહયા હતા અને નટ સમાજની સામાજીક સ્થિતિ અંગે ચર્ચા-વિચારણા કરાઇ હતી. નટ સમાજને મુખ્ય પ્રવાહમાં જોડવાની ચર્ચા કરાઇ હતી. નટ સમાજના મોટા ભાગના લોકો ઘુમતુ જીવન જીવે છે અને આ સમાજે હવે શબને દફનાવાની  પરંપરા છોડી શબને અગ્નિ સંસ્કાર કરવાની પરંપરાનો સ્વીકાર કર્યો હતો. નટ સમાજને સરકારે અનુસુચીત જાતીની શ્રેણીમાં રાખેલ છે. નટ સમાજને મુખ્ય ધારામાં જોડવાના આ નિર્ણયને આવકાર મળી રહયો છે.

(3:44 pm IST)