મુખ્ય સમાચાર
News of Friday, 22nd May 2020

પશ્ચિમ બંગાળમાં પ્રચંડ ચક્રવાત ' અમ્ફાન'એ કહેર વરસાવ્યો : 72 લોકોના મોત

બે જિલ્લામાં ભારે તબાહી : હજારો લોકો બેઘર થયા : અનેક પુલ નષ્ટ થયા : નીચાળવાળા વિસ્તારો પાણીમાં ડૂબ્યા

કોલકતા : પશ્ચિમ બંગાળમાં પ્રચંડ ચક્રવાત 'અમ્ફાન' ને કહેર વરસાવ્યો છે અને 72 લોકોના મોત થયા છે. બે જિલ્લામાં ભયંકર તબાહી થઈ છે. તોફાનથી હજારો લોકો બેઘર થયા છે. ઘણા પુલ નષ્ટ થયા છે અને નીચાણવાળા વિસ્તાર પાણીમાં ડુબી ગયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળની પરિસ્થિતિની સમીક્ષા કરવા શુક્રવારે મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે હવાઇ સર્વેક્ષણ કરશે.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ચક્રવાતથી પ્રભાવિત લોકોની મદદ માટે કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં. પશ્ચિમ બંગાળમાં 100 વર્ષના અંતરાળ પછી આવું ભીષણ ચક્રવાત વાવાઝોડું આવ્યું છે. માટીના ઘરો તાશના પત્તાની જેમ ઉડી ગયા હતા. પાક નષ્ટ થઈ ગયા છે, વૃક્ષો અને વિજળીના થાંભલા પણ ઉખાડી નાખ્યા છે.

(12:09 am IST)