News of Friday, 22nd May 2020
અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે તનાવ : ઈરાનથી પેટ્રોલ મગાવશે તો અમેરિકી નૌસેના આંતરશે : ઈરાન અને વેનેઝુએલા સામનો કરવા તૈયાર
વોશિંગટન : વેનેઝુએલામાં પેટ્રોલની શોર્ટેજ ઉભી થઇ છે.પરિણામે તેણે ઈરાનથી પેટ્રોલ આયાત કરવાનું નક્કી કર્યું છે.પરંતુ ઈરાન સાથેના અમેરિકાના દુશ્મનાવટ ભર્યા સંબંધોને કારણે તે પેટ્રોલ લઈને ઈરાનથી વેનેઝુએલા જતા જહાજોને રોકી પાડવાની કોશિષ કરશે જેનો જવાબ આપવા વેનેઝુએલા તથા ઈરાન પણ તૈયારી કરી રહ્યા છે.તેથી હાલની તકે ઈરાન ઉપરાંત વેનેઝુએલા સાથે પણ અમેરિકાના સબંધો વણસશે તેવું લાગતું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(5:12 pm IST)