મુખ્ય સમાચાર
News of Thursday, 26th March 2020

પાકિસ્‍તાનમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોના આંકડો અેક હજારને પાર, પેટ્રોલના ભાવમાં રૂપિયા ૧પ નો ઘટાડો – પ્રશાસનની સહાયતા માટે સેના તૈનાત –ટ્રેન સેવા સ્‍થગિત

ઇસ્‍લામબાદ : પાકિસ્‍તાનમાં દરરોજ કોરોના વાયરસના નવા કેસ સામે આવી રહ્યા છે. સિંઘમાં ૪૧૩ જયારે પંજાબમાં ર૯૬ મામલત સામે આવ્‍યા છે. ઇમરાન સરકારઅે આમ લોકોને રાહત આપવા માટે પેટ્રોલના ભાવમાં રૂપિયા ૧પનો ઘટાડો કર્યો છે.

આ ઉપરાંત ઇમરાન સરકારઅે દિન દહાડી મજુરોને ૧૦ હજાર કરોડની આર્થિક સહાયતા આપવાની પણ ઘોષણા કરી પાકિસ્‍તાન હજુ પણ અેક લીટર હાઇડીજનલ કિંમત ૧૦૭.રપ પાકિસ્‍તાન રૂપિયા છે આ ઉપરાંત કેરોસીન તેલની કિં. ૭૭.૪પ છે.

પ્રધાનમંત્રી ઇમરાનખાનઅે ઘાતક બીમારીનો મુકાબલો કરવા અને હાલની પરિસ્‍થિતિઓમાં ગરીબોની મદદ માટે અબજો રૂપિયાના પ્રોત્‍સાહન પેકેજની ઘોષણા કરી ૩૧ માર્ચ સુધી દેશમાં બધી જ ટ્રેન સેવા સ્‍થગિત કરવામાં આવી નાગરિકો પ્રશાસનની સહાયતા માટે સેના તૈનાત કરી.

(12:08 am IST)