મુખ્ય સમાચાર
News of Wednesday, 25th March 2020

કોરોના વાયરસ અપડેટ્સ - ન્યૂઝફર્સ્ટ : તા. 25-03-2020 : રાત્રે 11-30 વાગ્યે

1) ભારતમાં રાત્રે 11.15 વાગ્યા સુધીમાં કુલ 656 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં નવા 79 કેસનો પણ સમાવેશ થાય છે. રાત્રે 11.15 વાગ્યા સુધીમાં ભારતમાં સક્રિય કેસ - 575, સાજા થઈ ગયેલા 65, કોરોનથી મૃત્યુ 13 અને અન્ય પરિબળને કારણે 03 મૃત્યુ થયાનું જાણવા મળે છે.

 

2) એપ્રિલના પહેલા અઠવાડિયા સુધીમાં મહત્તમ સપ્લાય કરી શકે એ શરત સાથે ICMR એ  10,00,000 પરીક્ષણો માટે એન્ટિબોડી કીટ્સ માટે કંપનીઓ પાસેથી અરજીઓ મંગાવી. કેન્દ્ર સરકાર આગામી દિવસોમાં ઝડપી પરીક્ષણની યોજના બનાવી રહી છે.

 

3) અમેરિકા 54,૨88 એક્ટિવ કેસ સાથે સહુથી વધારે કોરોના પોઝીટીવ કેસ ધરાવતો દેશ બન્યો.

 

4) કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે 14 એપ્રિલ સુધી ભારતભરમાં ટોલ કલેક્શન સ્થગિત કરવાનો આદેશ આપ્યો.

 

5) ગુજરાત હાઇકોર્ટે સંપૂર્ણ લોકડાઉનને ધ્યાનમાં રાખીને તમામ નીચલી અદાલતોને બંધ રાખવાનો આદેશ આપ્યો છે.

 

6) સ્પેનના નાયબ વડાપ્રધાન કાર્મેન કાલ્વોનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો.

 

#Corona #Virus #Update #News #IndiaFightsCorona

(12:08 am IST)