મુખ્ય સમાચાર
News of Wednesday, 25th March 2020

દેશમાં ૨૪ રાજ્યોમાં કોરોનાના ૬૦૬ કેસ : સાવચેતીના પગલા

દેશના અસરગ્રસ્ત તમામ રાજયોમાં ધારાધોરણના કઠોર પાલન : કોરોનાને રોકવા માટે યુદ્ધસ્તર પર લોકડાઉનની સ્થિતી વચ્ચે તમામ પ્રયાસો જારી : નિયમોનો ભંગ કરનાર વિરુદ્ધ પગલા : જરૂરી ચીજવસ્તુઓની ખરીદી

નવી દિલ્હી, તા.૨૫ :  કોરોના વાયરસના ખતરનાક સ્વરૂપની અસરને ટાળવા માટે દેશભરમાં કઠોર રીતે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હોવા છતાં હજુ કેટલાક લોકો લાપરવાહી દર્શાવી રહ્યા છે. જેમની સામે કાર્યવાહીનો દોર પણ શરૂ થઇ ગયો છે. બીજી બાજુ લોકડાઉનની તીવ્ર સ્થિતી વચ્ચે સ્થિતીને કાબુમાં લેવા માટે યુદ્ધસ્તર પર પ્રયાસો જારી રહ્યા છે. જો કે કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. હવે કેસોની સંખ્યા વધીપે ૬૦૬ સુધી પહોંચી ગઇ છે. જેમાં ૪૩ વિદેશી લોકો છે. ૪૦ લોકોને સારવાર આપવામાં આવ્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ભારત સરકાર તરફથી લોકોને સતત જાગૃત કરવામાં આવી રહ્યા છે. મહારાષ્ટર્માં કેસોની સંખ્યા સૌથી વધારે છે.દેશના ૨૪ રાજ્યો કોરોના વાયરસના સંકજામાં આવી ચુકયા છે.  મોટા ભાગના રાજ્યોમાં હવે લોકડાઉનની સ્થિતી રહેલી છે. ચાર કેન્દ્રશાસિત પ્રદેશ સહિત ૨૪ રાજ્યો કોરોનાના સકંજામાં આવી ગયા છે.

             ભારતમાં ૪૨ વિદેશી લોકો પણ કોરોના વાયરસના સકંજામાં આવી ગયા છે. ભારતમાં કોરોના વાયરસને રોકવા માટે વિશ્વના અન્ય દેશોની તુલનામાં વધારે પગલા લેવામાં આવી રહ્યા છે.વિદેશમાં  ફસાયેલા ભારતીયોને પણ પરત લાવવામાં આવી રહ્યા છે. ભારતમાં કોરોના વાયરસ થયા બાદ ૩૫ લોકો સ્વસ્થ થઇ ચુક્યા છે. ભારતમાં કોરોનાના કારણે નવ લોકોના મોત થયા છે. કારણે સૌથી વધારે પ્રભાવિત છે.   વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર અને જુદા જુદા રાજ્યોમાં પણ વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. કોરોના કેસોની સંખ્યામાં અવિરત વધારો થઇ રહ્યો છે. ભારતમાં પણ ચિંતાનુ મોજુ સામાન્ય લોકોમાં જોવા મળી  રહ્યુ છે. 

           કોરોના વાયરસના કેસો ભારતમાં પણ હવે વધી રહ્યો છે.  કોરોનાને રોકવાના હેતુસર સાવચેતીના પગલા લેવાનો સિલસિલો જારી છે. ધાર્મિક સ્થળોને પણ એક પછી એક બંધ કરવામાં આવી રહ્યા છે. ઐતિહાસિક સ્મારકોને પણ બંધ કરવામાં આવી રહ્યા છે. ભારતમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો વધીને નવ પર પહોંચી ગયો છે.   દેશના મોટાભાગના રાજ્યોમાં સ્કુલ કોલેજો, મલ્ટીપ્લેક્સ, સિનેમાહોલ અને મોલને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી ચુકી છે. ભારતમાં કોરોનાના વધતા કેસો વચ્ચે તકેદારી સતત વધી રહી છે. કોરોના વાયરસે ૨૩ રાજ્યોને સકંજામાં લઇ લીધા છે.  સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યા છે.મુંબઇ સહિત કેટલાક શહેરોમાં શટડાઉનની સ્થિતી રાખવામાં આવી રહી છે.

શટડાઉન કરનાર રાજ્યોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. પંજાબ, રાજસ્થાન અને દિલ્હીમાં સંપૂર્ણ શટડાઉનની જાહેરાત થઇ ચુકી છે. કોરોના વાયરસનો સામનો કરવા માટે દિલ્હીમાં એક પછી એક પગલા લેવામાં આવી રહ્યા છે. જીમ, નાઇટ ક્લબ, સ્પાને પણ ૩૧મી માર્ચ સુધી બંધ કરવાનો નિર્ણય કરાયો છે. કોરોના વાયરસના કેસોની સંખ્યા વધી રહી છે ત્યારે ભારતમાં તકેદારીના તમામ પગલા લેવાઈ રહ્યા છે. તમામ પ્રવાસી સ્થળો બંધ છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના કેસોની સંખ્યા ઝડપથી વધી છે.

(10:15 pm IST)