મુખ્ય સમાચાર
News of Wednesday, 25th March 2020

કટોકટી સમયે બિગબજાર ઘર સુધી વસ્તુને પહોંચાડશે

જીવન જરૂરી વસ્તુ પહોંચાડવા માટેની તૈયારી : લોકડાઉન જાહેરાત વચ્ચે ઓનલાઈન કંપનીઓ મેદાનમાં

નવી દિલ્હી, તા. ૨૫ : કોરોના વાયરસ સામે જોરદાર જંગ જારી છે. આ જંગને જીતવા માટે એક પછી એક નિર્ણયો સરકાર અને કંપનીઓ દ્વારા પણ લેવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા કોરોના વાયરસના વધતા જતાં મામલા પર બ્રેક મુકવા આગામી ૨૧ દિવસ માટે લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. લોકડાઉન વચ્ચે ફ્લિપકાર્ટ, એમેઝોન, બિગબાસ્કેટ તથા ગ્રોફર્સ જેવી ઓનલાઈન રિટેલ કંપનીઓએ પણ પોતાના કારોબારને હાલમાં સસ્પેન્ડ કરી દીધા છે. બીજી બાજુ સુપર માર્કેટ ચેઇન બિગબજારે ઘર ઘર સુધી ડિલિવરીની ઓફર કરી છે. કંપનીઓ ઘેર ઘેરની સુવિધા ઉપલબ્ધ કરાવી રહી છે. દિલ્હી, મુંબઈ, બેંગ્લોર તથા ગુરુગ્રામ જેવા શહેરોમાં સુવિધા આપી રહી છે. થોડાક દિવસમાં હોમ ડિલિવરી માટે બિગ બજારની પાસે કોલ આવી રહ્યા છે જેથી કંપનીએ આજે નિવેદન જારી કરીને આ મુજબની વાત કરી હતી. લોકડાઉનની વચ્ચે હોમ ડિલિવરી માટે ફોન આવી રહ્યા છે.

             અન્ય કંપનીઓ પણ આ દિશામાં આગળ વધી રહી છે. રિટેલ લિમિટેડ એફઆરએલ બિગબજારે રાંચી, ઉત્તરાખંડ, નોઇડા, ગાઝિયાબાદ, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, જમ્મુ, પંજાબ, હરિયાણા, ફરિદાબાદ, ગુજરાત તતા રાજસ્થાનમાં ઘરે ઘરે ડિલિવરીની શરૂઆત કરી દીધી છે. કન્ઝ્યુમર સુધી ઇ-કોમર્સ ગ્રોસરી એપ જેવા ગ્રોફર્સ, બિગબાસ્કેટ, દુધવાળા.કોમ મારફતે ખાવાચીજોની ડિલિવરી થઇ રહી નથી. બિગબાસ્કેટ, ફ્લિપકાર્ટ, એમેઝોન જેવી કંપનીઓએ બિનજરૂરી વસ્તુઓના ઓર્ડર અસ્થાયીરીતે સસ્પેન્ડ કરી દીધા છે. જો કે, લોકોને કટોકટીના સમયમાં જરૂરી ચીજવસ્તુઓ ઘરે પહોંચાડવાની તૈયારી દર્શાવવામાં આવી છે જેનાથી લોકોને બહાર નિકળવાની જરૂર રહેશે નહીં.

(8:00 pm IST)