મુખ્ય સમાચાર
News of Wednesday, 25th March 2020

રશિયામાં 7.5 ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ : પછી સુનામી આવવાની આશંકા

કુરિલ આઈલન્ડથી લગભગ 218 કિમી દૂર સાઉથ-ઈસ્ટના સેવેરોમાં કેન્દ્રબિંદુ

નવી દિલ્હી: સમગ્ર વિશ્વ અત્યારે કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહયું છે, તો બીજી તરફ રશિયામાં અન્ય એક મુશ્કેલીમાં ઘેરાયું છે. રશિયામાં ભૂકંપના ઝટકા જોવા મળ્યા છે. રશિયામાં આવેલા આ ભૂકંપના આંચકા 7.5 રિક્ટર સ્કેલના હોવાનું સામે આવ્યું છે. જેનું કેન્દ્ર રશિયાના કુરિલ આઈલન્ડથી લગભગ 218 કિમી દૂર સાઉથ-ઈસ્ટના સેવેરોમાં મળ્યું છે.

રશિયામાં આવેલો આ ભૂકંપના આંચકા સ્થાનિક સમય મુજબ જોઈએ તો, ત્યાં બુધવારના બપોરે અનુભવાયા હતા. ભૂકંપ બાદ અહીં સુનામી આવવાના પણ અણસાર આપ્યા છે. તાજેતરમાં પ્રાપ્ત વિગતો પ્રમાણે જોઈએ તો, હજૂ સુધી કોઈ જાનહાનીની ખબર આવી નથી.

(2:42 pm IST)