મુખ્ય સમાચાર
News of Wednesday, 25th March 2020

હજ ર૦ર૦ અંગે સઉદી અરેબિયા દ્વારા હાલ બાંહેધરી આપવા ઇન્કાર

દેશે અને દુનિયામાં ફેલાઇ રહેલા કોરોનાના કહેરને જોતા

અમદાવાદ તા. રપ : વિશ્વભરમા ફેલાઇ રહેલ કોરોના વાયરસની મહામારીને પગલે સઉદી અરેબિયા તરફથી હજ ર૦ર૦ બાબતે હજી સુધી કોઇ નિર્ણય કરેલ નથી અને બાંહેધરી પણ આપી નથી. આથી જે ઉમેદવારોએ પ્રથમ અને બીજા હપ્તાની રકમ હજ કમિટી ઓફ ઇન્ડિયાના ખાતામાં જમા કરાવેલ છે તે સુરક્ષિત છે અને ભવિષ્યમાં સઉદી અરેબિયા તરફથી કોઇ અણધાર્યો નિર્ણય લેવામાં આવશે તો જમાં કરેલી પૂરેપૂરી રકમ પરત કરવામાં આવશે.ગુજરાત રાજય હજ સમિતિના સચિવ આર.આર.મનસુરીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, હજ કમિટી ઓફ ઇન્ડિયા, મુંબઇના તા.ર૪/૩/ર૦ર૦ના સકયુલ્ર નં.૧રમાં જણાવ્યા મુજબ સઉદી અરેબિયામાં પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી હજ કમિટી ઓફ ઇન્ડિયા, મુંબઇ તરફથી કેટલીક સ્પષ્ટતા કરવામાં આવી છે જેમાં(૧) જે હજ ઉમેદવારોએ બીજા હપ્તાની રકમ હજુ સુધી જમા કરાવેલ નથી તેઓ આ રકમ હવે ત્રીજા હપ્તાની રકમ જયારે નક્કી થાય ત્યારે સાથે જમા કરાવી શકશે, (ર) દુનિયામાં પ્રવર્તિ રહેલ અનિશ્ચિતતા જોતા ત્રીજો હપ્તો ભરવાની તારીખ હજ તેમજ ભારતના હજ યાત્રીઓને હજ માટે સ્વીકારવાની સઉદી અરેબિયાની તૈયારી અંગેના નિર્દેશો મળ્યા બાદ જાહેર કરવામાં આવશે, (૩) સઉદી અરેબિયા તરફથી હજ-ર૦ર૦ બાબતે હજુ સુધી કોઇ નિર્ણય કરેલ નથી. પરંતુ તેમના છેલ્લા સંદેશા વ્યવહારમાં તેઓએ હજ-ર૦ર૦ માટેની કોઇ બાંહેધરી ન આપવા જણાવેલ છે.(૪) જે હજ ઉમેદવારોએ પ્રથમ/બીજા હપ્તાની રકમ હજ કમિટી ઓફ ઇન્ડિયાના ખાતામાં જમા કરાવેલ છે તે સુરક્ષિત છે અને ભવિષ્યમાં જો અણધાર્યો નિર્ણય લેવાનો પ્રસંગ ઉભો થશે તો જમા કરેલી રકમ પૂરેપૂરી પરત કરવામાં આવશે.

(11:32 am IST)