મુખ્ય સમાચાર
News of Wednesday, 25th March 2020

દેશમાં ત્રણ મહિના સુધી ATMમાંથી પૈસા કાઢવાનો ચાર્જ અને બેંકમાં મિનિમમ બેલેન્સનો નિયમ નહીં

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસનો કહેર વધતો જઈ રહ્યો છે. 30 જેટલા રાજ્યો લોકડાઉન કરવામાં આવ્યા છે. ત્યારે આ પરિસ્થિતિની વચ્ચે ટેક્સ રિર્ટનને લઈને નાણામંત્રીએ મોટી રાહતની જાહેરાત કરી છે. ટેક્સ રિટર્નને લઈને તારીખ 30 જૂન કરવામાં આવી હતી. જ્યારે 3 મહિના સુધી ATMમાંથી પૈસા કાઢવાનો ચાર્જ અને બેંકમાં મિનિમમ બેલેન્સનો નિયમ લાગુ નહીં પડે.

(8:55 am IST)