મુખ્ય સમાચાર
News of Wednesday, 25th March 2020

વિશ્વભરમાં કોરોનાના કહેર વચ્ચે ચીનમાં ખૂલ્યા સિનેમાઘર

ચીને તેના 17 હજારથી વધુ થિયેટરોમાંથી 500 સિનેમાઘરો ખોલવાની મંજૂરી આપી

નવી દિલ્હી : જો કે સમાચાર અનુસાર, હવે ચીનમાં વાયરસ મોટા પ્રમાણમાં કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસથી પ્રભાવિત થયેલા લોકોના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને, ચીની વહીવટીતંત્રે હવે થિયેટરો ખોલવાની મંજૂરી આપી છે.

 મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીને તેના કુલ 17 હજારથી વધુ થિયેટરોમાંથી 500 સિનેમાઘરો ખોલવાની મંજૂરી આપી છે. આ સિનેમાઓ મોટાભાગે એવા વિસ્તારોમાં આવેલા છે જ્યાં છેલ્લા એક મહિનામાં કોરોના વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી.

(8:54 am IST)