મુખ્ય સમાચાર
News of Wednesday, 25th March 2020

દેશની જનતા જર્મની અને અમેરિકા જેવી ભૂલ કરી રહી છે ચુકવવી પડશે મોટી કિંમત

નવી દિલ્‍હી :  કોરોના વાયરસના વધતા પ્રસારને લઇ દેશના ૩ર રાજયોમાં પ૬૦ જીલ્‍લામાં લોકડાઉન કરવું પડયું છે.વાયરસથી સંક્રમિત લોકોની સંખ્‍યા પ૦૦ ને પાર કરીગઇ છે. દશના મોત થઇ ચુકયા છે. ભારતની જનતા હજુ પણ  મજાક કરી રહી છે. લોકો લોકડાઉનનો અમલ કરતા જ નથી લોકો પોતાની પણ પરવા કરતા નથી બીજાની પણ કરતા નથી કોરોના વાયરસ અને લોકડાઉનને હળવા મુડમાં જોવે છે.

યુરોપના ઘણા દેશોમાં જોવામાં આવેલ જયાંના લોકો લોકડાઉનને મજાક બનાવતા હતા જર્મનીમાં યુવા લોકડાઉનમાં પાર્ટીયો કરી રહ્યા હતા. બુજુર્ગોની મજાક ઉડાવતા હતા. અેમની લાપરવાહીનું પરિણામ જર્મનીમાં કોરોના વાયરસનાં ર૮ હજાર મામલા સામે આવ્‍યા. ફ્રાંસમાં લોકડાઉન છે. લોકો લોકડાઉન અને ડોકટરોની સલાહને અવગણે છે. લોકો નિયમો તોડી પોતાને હીરો સમજે છે આ લોકો મૂર્ખ છે. ફલોવિડાના ગવર્નરઅે બધા બીચો બંધ કરી દીધા છે.

(12:00 am IST)