મુખ્ય સમાચાર
News of Wednesday, 25th March 2020

દેશભરમાં 21 દિવસનું લૉકડાઉનઃ શું ખુલ્લું રહેશે અને શું રહેશે બંધ :કઈ મળશે સુવિધા કઈ રહેશે બંધ:વાંચો ફટાફટ

કઈ દુકાનો ચાલું રહેશે?: ક્યાં જવાની મંજૂરી નથી?: શું રહેશે સંપૂર્ણ રીતે બંધ?

 

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જાહેરાત કરી કે કોરોના વાયરસથી બચવા માટે દેશને 21 દિવસ લૉકડાઉન કરવામાં આવશે. ખતરનાક વાયરસ વિરુદ્ધ સૌથી મહત્વનું હથિયાર સોશલ ડિસ્ટેન્સિંગને સખત રીતે લાગૂ કરવા માટે પગલું ભરવામાં આવી રહ્યું છે. તેવામાં તે જાણવું જરૂરી છે કે 21 દિવસ દરમિયાન કઈ સેવા ચાલું રહેશે અને શું બંધ થઈ જશે

હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પ્રતિબંધ હશે નહીં. મેડિકલ શોપ અને રાશનની દુકાનો ચાલું રહેશે. ડોક્ટરને ત્યાં જવાની મંજૂરી હશે. તમામ રેસ્ટોરન્ટ, દુકાનો, બંધ રહેશે. પેટ્રોલ, સીએનજી, એલપીજી, પીએનજી જેવા સેવાઓ શરૂ રહેશે.

પ્રાઇવેટ ગાડીઓના સંચાલનની મંજૂરી પણ ખુબ જરૂરી સ્થિતિમાં હશે. લોકોને માત્ર મેડિકલ જરૂરીયાત લેવા, રાશન, દવા, દૂધ અને શાકભાજી ખરીદવાની મંજૂરી હશે.

જાહેર સ્થળો જેમ કે મોલ, હોલ, જીમ, સ્પા, સ્પોર્ટ્સ ક્લબ બંધ રહેશે. તમામ પ્રકારના પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ રહેશે. બસ કે ટ્રેન સેવા ચાલશે નહીં.
તમામ પ્રકારની ફેક્ટરીઓ, વર્કશોપ, ઓફિસ, ગોડાઉન, સત્પાહમાં લાગનારી માર્કેટ બંધ રહેશે. કેન્દ્ર અને રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની તમામ ઓફિસ, ઓટોનોમસ-સબોર્ડિનેટ ઓફિસ અને પબ્લિક કોર્પોરેશન બંધ રહેશે.

સંરક્ષણ, સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ, ટ્રેઝરી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પાવર જનરેશન એન્ડ ટ્રાન્સમિશન યુનિટ, પોસ્ટ ઓફિસ, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર, ફોરકાસ્ટિંગ એજન્સીઓ ખુલ્લી રહેશે. પોલીસ, હોમગાર્ડ, સિવિલ ડિફેન્સ, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ, જેલ, જિલ્લા વહીવટ અને ટ્રેઝરી, વીજળી, પાણી અને સેનિટેશનનું કામ ચાલું રહેશે

(8:41 am IST)