મુખ્ય સમાચાર
News of Wednesday, 25th March 2020

હોસ્પિટલના ડાયરેક્ટરે કહ્યું, 'કનિકાનો બીજો ટેસ્ટ પણ પોઝિટિવ હતો: હાયર લોડ કોરોના

રિપોર્ટમાં ઉંમર અને લિંગ સંબંધી ડિટેલ ખોટી હોવાથી રિપોર્ટની સત્યતા પર સવાલ

મુંબઈ :બોલિવૂડ સિંગર કનિકા કપૂર  બીજીવાર કોરોના વાયરસ ટેસ્ટમાં પોઝિટિવ મળી છે. કનિકાના પરિવારના સદસ્યોના પ્રારંભિક પરીક્ષણ રિપોર્ટ મામલે સવાલ ઉઠાવ્યા પછી, સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યૂએટટ ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં ફરી એક વાર તેમની તપાસ કરાવવામાં આવી હતી. જેમાં પણ તેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અને હાલ તેમની સ્થિતિ સ્થિર છે

કનિકા કપૂરનો આ બીજો રિપોર્ટ રવિવારે લેવામાં આવ્યો હતો. સેમ્પલની તપાસ અને ફરી વારની ચકાસણીમાં પણ કનિકાને હાયર લોડ કોરોના વાયરસ હોવાનું બહાર આવ્યું છે. જો કે હાલ તેમની સ્થિતિ સ્થિર છે. ઉલ્લેખનીય છે કે પાછલી રિપોર્ટમાં તેમની ઉંમર અને લિંગ સંબંધી ડિટેલ ગલત હોવાથી રિપોર્ટની સત્યતા પર સવાલ ઊભા થયા હતા.

વળી તેના પરિવાર અને કનિકા પણ તેની તપાસ એક વાર વધુ થાય તેવું ઇચ્છતા હતા. ગત રિપોર્ટમાં કનિકા 28 વર્ષીય પુરુષ બતાવવામાં આવી હતી. જ્યારે કનિકાએ પોતાની ઉંમર 41 વર્ષ બતાવી છે

SGPGIMSના ડાયરેક્ટર ડૉ. આર કે ધીમાન જણાવ્યું કે કનિકાને સૌથી સારી સુવિધા અપાઇ રહી છે. તેમણે પોતાના રૂમ ગંદા અને તેમાં મચ્છર હોવાની વાત કહી હતી. તેમણે કહ્યું હોસ્પિટલનો સ્ટાફ ચાર કલાકની શિફ્ટમાં હોય છે અને આ દરમિયાન તેમણે સંક્રમણ રોધી ઉપકરણ પહેર્યા હોય છે માટે ના તો તે કંઇ ખાઇ શકે છે ના તો તે કંઇ પી શકે છે

વધુમાં ડૉ. આર કે ધીમાને નિવેદન જાહેર કરતા કહ્યું કે કનિકા કપૂરને બની શકે તેટલી સારી સુવિધા અપાઇ રહી છે. તેમણે એક દર્દી તરીકે સહયોગ આપવો જોઇએ. સ્ટાર હોવાના કારણે તેમણે નખરા ન કરવા જોઇએ. વળી તેમણે એ વાત પણ કહી કે કનિકાને હોસ્પિટલમાં પોતાની મદદ માટે સહયોગ કરવો જોઇએ. ઉલ્લેખનીય છે કે કનિકા કપૂરે 5 સ્ટાર ફેસિલિટી માંગી હોવાનો વિવાદ પણ વચ્ચે વકર્યો હતો. જે પર હોસ્પિટલના ડાયરેક્ટરે મીડિયામાં જાણકારી આપી છે.

 

(12:23 am IST)