મુખ્ય સમાચાર
News of Friday, 14th February 2020

હવે તમે સોશ્યલ મીડિયામાં મરજી મૂજબની પોસ્ટ કરી નહિ શકો! સરકાર લાવી રહી છે કાયદો

૪૦ કરોડ સોશ્યલ મીડિયા યુઝર્સની પ્રાઇવસી ખતરામાં

નવી દિલ્હી, તા.૧૪: સોશિયલ મીડિયા પર સરકારની નજર છે ચેતી જજો. કેમકે સોશિયલ મીડિયાનો ઘણો ફાયદો છે તેટલું જ નુકશાન છે. ઘણીવાર સોશિયલ મીડિયાનો દુર ઉપયોગ થયો હોય છે જેના કારણે અનેક નુકશાન પણ થાય છે. જેને પગલે સરકાર તેને લઈને ગંભીરતાથી વિચારી રહી છે સરકાર બનાવવા જઈ રહી છે આ કાયદો.

સોશિયલ મીડિયાને લીધે ઘણા દેશોની સત્તા પલટાઈ છે એવું પણ બન્યું છે. સોશિયલ મીડિયાને લીધે રાજકારણીઓએ સત્તા પણ મેળવી છે તો અનેક વિરોધોનો સામનો પણ કર્યો છે. તો સમાન્ય કે ખ્યાતનામ વ્યકિતની સોશિયલ મીડિયાને કારણે ફજેતી પણ થઈ છે. ત્યારે સરકાર આ સોશિયલ મીડિયાને લઈને કાયદો બનાવવા જઈ રહી છે.

સોશિયલ મીડિયા કે મેસેજિંગ એપ્લિકેશનનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયાના દુરુપયોગ પર બ્રેક લગાવવા માટે સરકાર સોશિયલ મીડિયા મુદ્દે કાયદો બનાવી રહી છે. મહિનાના અંત સુધીમાં સરકાર કાયદો ઘડી શકે છે. ૪૦ કરોડ સોશિયલ મીડિયા યુઝર્સની પ્રાઈવર્સી ખતમ થઈ જશે. આ મહિનાનાં અંત સુધીમાં સરકાર કાયદો બનાવશે.

હવેથી ફેસબુક, ટ્વીટર, યૂ ટ્યૂબ, ટિક ટોકને સરકાર જયારે યુઝર્સની માહિતી માંગે ત્યારે માહિતી આપવી પડશે. ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ અસોસિયેશન ઓફ ઈન્ડિયાએ નવી જોગવાઈનો વિરોધ કરતા તેને ખાનગી અધિકારની વિરુદ્ઘ હોવાનુ કહ્યું છે. જોગવાઈ પ્રમાણે સોશિયલ મીડિયા કંપનીઓએ સરકારના આદેશ પર ૭૨ કલાકમાં પોસ્ટ કરનારની તમામ વિગતો આપવી પડશે. તેમજ કંપનીઓએ યુઝર્સનો ૧૮૦ દિવસ સુધી રેકોર્ડ રાખવો પડશે. આ નિયમ એ સોશિયલ મીડિયા કંપનીઓને લાગુ પડશે જેનાં ભારતમાં ૫૦ લાખ જેટલા યુઝર્સ છે. ભારતમાં ૫૦ કરોડ લોકો ઈન્ટરનેટ વાપરે છે.

સરકારની આ નીતિથી સોશિયલ મીડિયા કંપની નાખુશ છે. કંપનીઓએ સરકારને ફેક ન્યૂઝ શોધી તેને રોકવામાં મદદ કરવા પહેલ કરી હતી પણ સરકાર એમ કરવાને બદલે સોશિયલ મીડિયા પર લોકોનું અભિવ્યકિત સ્વાતંત્ર છીનવા બેઠી છે. સરકાર આતંકવાદ, દેશ વિરોધી એકિટવીટી , ચાઈલ્ડ પોર્ન જેવા વિષયોને આગળ ધરીને લોકોનો અવાજ દબાવી રહી છે. ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયાથી માર્કેટીંગ કરીને સત્ત્।ા મેળવનાર સરકારને સોશિયલ મીડિયા પર CAA અને NRC જેવા મુદ્દાઓનો વિરોધ ભારે પડ્યો છે. જેના કારણે સરકાર આ સોશિયલ મીડિયા પરનો અવાજ દબાવવા માંગે છે. એવું સૂત્રોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે નોંધનીય છે કે વર્ષ ૨૦૧૮માં સરકાર આ અંગે વિચારણાધીન હતી.

(10:02 am IST)