મુખ્ય સમાચાર
News of Monday, 2nd December 2019

સસ્તા કોલ માટે જાણીતી જિયો પ્લાનમાં જબરદસ્ત વધારો, કરી નાખશે ખિસ્સા ખાલી

વોડાફોન , આઇડિયા અને ભારતી એરટેલ પછી હવે રિલાયન્સ જિયો થી વાત કરવાનું પણ મોંઘું થઈ જશે

મુંબઈ,તા.૨: વોડાફોન , આઇડિયા અને ભારતી એરટેલપછી હવે રિલાયન્સ જિયો થી વાત કરવાનું પણ મોંદ્યું થઈ જશે. જિયોએ રવિવારે પોતાના ભાડામાં ૪૦ ટકા વધારાની જાહેરાત કરી છે. રિલાયન્સ જિયોએ એક નિવેદનમાં કહ્યું છે કે તેનો નવો પ્લાન ઓલ ઇન વન ૬ ડિસેમ્બરથી અમલમાં આલવશે જેના કારણે ગ્રાહકોને મહત્ત્।મ ફાયદો મળશે.

કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે જિયો અનલિમિટેડ વોઇસ અને ડેટા સાથે ઓલ ઇન વન પ્લાન લાવશે. આ પ્લાનમાં અન્ય મોબાઇલ નેટવર્ક પર કોલ કરવા માટે યોગ્ય ઉપયોગની નીતિ હશે. આ પ્લાન ૬ ડિસેમ્બર, ૨૦૧૯દ્મક લાગુ થશે. આ નવો પ્લાન ૪૦ ટકા મોંદ્યો હશે પણ કસ્ટમર ફર્સ્ટની નીતિને કારણે ગ્રાહકોને ૩૦૦ ટકા વધારે ફાયદો મળશે.

આ પહેલાં વોડાફોન, આઇડિયા અને એરટેલે પોતાના દરમાં વધારાની જાહેરાત કરી હતી જે ૩ ડિસેમ્બરથી અમલમાં મુકવામાં આવશે. ચાર્જિસ વધારવાની જાહેરાત સૌથી પહેલાં વોડાફોન-આઈડિયાએ કરી હતી. છેલ્લા ચાર વર્ષમાં આ કંપનીઓએ મોબાઈલ ફોન કોલ્સ અને ડેટાનાં દરમાં આ પહેલી જ વાર વધારો કર્યો છે. આ વધારો પાંચ કે ૧૦ ટકા નથી, પણ ૫૦ ટકા જેટલો છે. ટેલીકોમ રેગુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ) પ્રમાણે જૂન ૨૦૧૬થી ડિસેમ્બર ૨૦૧૭ વચ્ચે દેશમાં મોબાઇલ ડેટાના દરોમાં ૯૫% ટકાનો ઝડપી દ્યટાડો આવ્યો છે. હવે મોબાઇલ ડેટા ૧૧.૭૮ રૂપિયા પ્રતિ ગીગાબાઇટ (જીબી)ના સરેરાશ ભાવથી ઉપલબ્ધ છે. મોબાઇલ કોલના દરોમાં ૬૦ ટકાના દ્યટાડા સાથે ૧૯ પૈસા પ્રતિ મિનિટ થઈ ગઈ છે.

(11:39 am IST)