રાજ્યસભામાં સીતારમનના વિકાસદર પર ભાષણ વેળાએ ઊંઘતા ઝડપાયા સાંસદ: લોકોએ મજાક ઉડાવી
નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુર પણ વચ્ચે વચ્ચે ઝપકી લેતા ઝડપાયા:
નવી દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારમને રાજ્યસભામાં વિકાસ દર પર વાત કરતા કહ્યું હતું કે, તેમાં ઘટાડો જરૂર થયો છે પણ તેનો અર્થ એ નથી કે મંદી છે. જોકે, તેમનું એ ભાષણ રાજ્યસભામાં મોજૂદ અમુક લોકોને કાંઈ ખાસ પસંદ નહોતું આવ્યું. અને તેઓ સીતારમનની પાછળ ઊંઘતા જોવા મળ્યા. ખબર અનુસાર, કેન્દ્રીય કૌશલ વિકાસ મંત્રી, મહેન્દ્રનાથ પાંડે ત્યાં સુધી શાંતિથી ઊંઘતા રહ્યા જ્યાં સુધી અન્ય વ્યક્તિએ તેમને પાછળથી આવીને જગાવ્યા નહિ. તો નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુર પણ વચ્ચે વચ્ચે ઝપકી લેતા ઝડપાયા હતાં.
બસ, આટલી જ વાર હતી કે ટ્વીટર પર લોકોએ રાજ્યસભામાં ઊંઘતા લોકો પર રમૂજી મીમ્સ બનાવવાનું શરૂ કરી દીધું. એક યૂઝરે લખ્યું, નિર્મલાજી રાજ્યસભામાં તમારી સાથેના મંત્રી ઊંઘી રહ્યા છે, કારણ કે તમારુ ભાષણ એટલું રમૂજી છે.. વૃદ્ધિ દરમાં ઘટાડો થયો છે પણ મંદી નથી. તો અન્ય એક યૂઝરે લખ્યું, વિકાસ દર ઊંઘી રહ્યો છે..