મુખ્ય સમાચાર
News of Wednesday, 9th October 2019

શ્રીરામ ભગવાનના બાણથી અને વાણીથી સૌનુ કલ્યાણ થતુઃ પૂ.મોરારીબાપુ

ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં આયોજીત 'માનસ જોગી' શ્રી રામ કથાનો પાંચમો દિવસ

પૂ.મોરારીબાપુએ કથાનો વ્યાસપીઠ ઉપરથી એક સંતનું સન્માન કર્યુ હતુ. જે તસ્વીરમાં નજરે પડે છે.

રાજકોટ તા.૯: શ્રીરામ ભગવાનના બાણથી અને વાણીથી સૌનું કલ્યાણ થતું તે પૂજ્ય મોરારીબાપુએ શ્રી રામકથાના પ્રસંગો વર્ણવતા જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના ગોરખપુર માં આયોજિત માનસ જોગી શ્રી રામકથા નો આજે પાંચમો દિવસ છે શ્રી રામકથા રસપાન સમયે એક સંત આવ્યા હતા જેને પૂજ્ય મોરારી બાપુના વ્યાસાસને નજીક બોલાવ્યા હતા અને શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું

પૂજ્ય મોરારી બાપુએ શ્રી રામ કથાના ચોથા દિવસે કહ્યું કે પ્રેમ માર્ગને જ્ઞાનમાર્ગમાં અશ્રુ મહત્વના  છે છતાંય આ ત્રણે ગુણો સત્વ ગુણ પણ બંધન છે ત્રણથી પર શુદ્ધ એ કૈલાસ પીઠ , યાજ્ઞવલ્કયપીઠ  અને તુલસી પીઠ છે ત્રણે ગુણોથી વ્યાસપીઠને મુકત રાખવી એ જનમ  જનમ અને ગુરૂ કૃપાથી જ શક્ય બને અને મૂળ પ્રશ્ન એ હતો કે આવી શુધ્ધ પીઠના શ્રોતા  ત્રણ છે.ે એક - જે ગર્ભસ્થ છે .જેમ ઘણી માં બેટી ગર્ભાવસ્થામાં કથા સાંભળે છે . અહીં ગર્ભમાં રહેવું એટલે પાતાળમાં રહેવું . જ્યાં પાણી ખૂબ છે . માતાના ઉદર ગર્ભમાં પણ પાણી ખૂબ છે.  બીજો -શ્રોતા જે ગૃહસ્થ છે પૃથ્વી પર રહે છે . આપણે બધા જ જીવ અને ત્રીજો શ્રોતા ગૃહસ્થ (ગ્રહવાસી) અશરીરી, ગગનગામી, સાંભળે છે નૈમિષારણ્યમાં ૮૮૦૦૦  ઋષિઓ સાંભળતા એમ ઘણા ગૃહસ્થ ઘણા ગૃહસ્થ  હતા. આ ત્રિભુવનીય  વ્યાસ પીઠ ગેબસ્થ  છે .આ મારો અનુભવ છે .યોગીના ગોરખ કથીત બત્રીસ લક્ષણો માણસમાં પણ ૩૩ વખત યોગી -જોગી આવ્યો છે માણસની નહીં ગુરુમુખી માણસની વ્યાખ્યા છે

ગઇ કાલે પૂ. મોરારીબાપુએ ે સજ્ળનેત્રે છતાં સહજ અને સજ્જડ રીતે પોતાની કથા ધરાવતા યજમાનો વ્યવસ્થાપકો , વ્યવસ્થાપક કમિટી સ્વયંસેવકો , આયોજકોને જણાવ્યું કે આ પાંચ શીલ શરત કે ચેતવણી નહીં પણ શીલનું પાલન થાય એમ હોય તો જ કથા માગવી અન્યથા અગાઉથી આવેલી કથાઓ તો કેન્સલ નહીં કરું પણ આગળ બીજી કથાઓ અપાશે નહીં આટલા ૬૦ વર્ષના અનુભવ બાદ પહેલીવાર આ વાત કરી રહ્યાનું કહેતા બાપુએ આ પાંચ શીલોે નું પાલન થાય તો જ કથા સુલભ બનશે એવું કહ્યું એક યજમાન આયોજકો છેલ્લામાં છેલ્લી વ્યકિતને આદર નહીં આપે અને સુલભ નહી  હોય.  બાપુ કહે હું બધાને આદર આપું છું એટલી ઊંચાઈએ નહીં તો સહેજ ઓછી ઊંચાઈએ પણ આદર આપો ખૂબ જ ભાવુકતાથી જણાવ્યું કે 'હું પ્રભાવ કે અભાવથી પીડીત  નથી.  અભાવનો ખૂબ આનંદ લીધો છે.ે પ્રભાવ તૃણવત  લાગે છે પણ સ્વભાવ મારી નાખે છે . ના કહેવી  મારો સ્વભાવ નથી હું પોતે જ અંતિમ વ્યકિત છુ સર્વેને ે સમાદર આપશો.

(3:43 pm IST)