મુખ્ય સમાચાર
News of Wednesday, 9th October 2019

આર્થિક ક્ષેત્રે બાંગ્લાદેશ દક્ષિણ એશિયાનો નવો ટાઇગર :વિકાસમાં એશિયા ખંડમાં સૌથી આગળ

વર્ષના આરંભે વૃદ્ધિ દર વધીને આઠ ટકા થશે ભારત કરતાં પણ વધુ

નવી દિલ્હી : તાજેતરમાં પ્રગટ થયેલા વર્લ્ડ ઇકોનોમિક આઉટલૂક અપડેટ અહેવાલ મુજબ આર્થિક વિકાસની બાબતમાં એશિયા ખંડમાં બાંગ્લા દેશ સૌથી આગળ છે. 2016થી સતત બાંગ્લા દેશની આર્થિક વૃદ્ધિ વરસે સાત ટકાના હિસાબે વધી રહી છે. આ વર્ષની આખર સુધીમાં અથવા આવતા વર્ષના આરંભે વૃદ્ધિ દર વધીને આઠ ટકા થઇ જશે. એ દ્રષ્ટિએ બાંગ્લાદેશ ભારત કરતાં પણ આગળ છે.

 આર્થિક ક્ષેત્રે બાંગ્લાદેશ દક્ષિણ એશિયાનો નવો વાઘ બની રહ્યો છે. બાંગ્લાદેશનો જીડીપી લગભગ 8 ટકાના દરે વધી રહ્યો છે. હાલમાં, દક્ષિણ એશિયામાં કોઈ દેશ બાંગ્લાદેશ જેટલું ઝડપથી આગળ વધી રહ્યું નથી. પાકિસ્તાનની તુલનાએ પાંચ ગણા નાનકડા બાંગ્લાદેશમાં પાકિસ્તાન કરતાં પાંચ ગણું વધુ ફોરેન એંક્સચેંજ હોવાની વિગતો જાહેર થઇ હતી.

  રિપોર્ટ પ્રમાણે દક્ષિણ એશિયાના દેશમાં શ્રીલંકાનું વિકાસની દ્રષ્ટિએ સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું છે. સમગ્ર દક્ષિણ એશિયાની વાત કરીએ તો વર્ષ 2016થી અહીંનો વિકાસ દર સરેરાશથી નીચે આવી રહ્યો છે. મુખ્ય કારણ શ્રીલંકા અને પાકિસ્તાનનું નબળું પ્રદર્શન પણ છે. બાંગ્લાદેશના વિકાસના ઘણા કારણો છે. વિકસતો ઓદ્યોગિક ક્ષેત્રે તેની અર્થવ્યવસ્થાને વેગ આપ્યો છે. આનાથી આ દેશમાં નવી રોજગારી ઉભી થઈ છે. જયારે ભારતની પરિસ્થિતિથી અલગ છે, વસ્તીનો મોટો ભાગ ખેતીમાં રોકાયો છે. (જે જીડીપીમાં સૌથી ઓછું ફાળો આપે છે). નોકરીએ વિકાસનું સૌથી મોટું એન્જિન છે.

બાંગ્લાદેશમાં મજબૂત ઘરેલુ ઉદ્યોગની મજબૂત હોવાને કારણે દેશની નિકાસ વર્ષ 2018માં 6.7 ટકાથી વધીને 2019માં 10.1 ટકા થઈ ગઈ છે. એડીબીના રિપોર્ટ અનુસાર બાંગ્લાદેશની કપડાંની નિકાસ 8.8 ટકાથી વધીને 11.5 ટકા થઈ છે. અહીંના વસ્ત્રોની માંગ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ભારત, જાપાન, ચીન અને કોરિયામાં છે. બાંગ્લાદેશની કુલ નિકાસમાં કપડાંની નિકાસ 84.૨ ટકા છે.

પાકિસ્તાન બાંગ્લા દેશ કરતાં પાંચ ગણો મોટો દેશ હોવા છતાં અત્યારે દેવાળિયાની સ્થિતિમાં છે. આખી દુનિયા પાસે આર્થિક મદદની ભીખ માગી રહ્યો છે. એક અભિપ્રાય મુજબ બાંગ્લા દેશ આર્થિક બાબતોમાં દક્ષિણ એશિયાનો ટાઇગર (વાઘ ) બની રહે એવી શક્યતા નકારી કઢાતી નથી.

(11:46 am IST)