મુખ્ય સમાચાર
News of Tuesday, 13th August 2019

આગામી 48 કલાકમાં પશ્ચિમી મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં અનરાધાર વરસાદની આગાહી;કેરળમાં અતિ ભારે વરસાદ પડશે

ગંગાટિક પશ્ચિમ બંગાળ તથા ઉત્તર ઓડિશામાં લો પ્રેશર બન્યું:15મીએ પૂર્વ રાજસ્થાનમાં રેડ એલર્ટ જાહેર

ભારતીય હવામાન વિભાગના લેટેસ્ટ બૂલેટિન મુજબ આગામી ચાર દિવસ સુધી દિલ્હીમાં ભારે વરસાદની આગાહી કરી એલર્ટ જાહેર કરાયું છે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી સાથે હવામાન વિભાગનું કહેવું છે કે ઝારખંડ નજીકના વિસ્તારો અને ગંગાટિક પશ્ચિમ બંગાળ તથા ઉત્તર ઓડિશામાં લો પ્રેશર બન્યું છે જેથી આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગ મુજબ 14 અને 15 ઓગસ્ટે પશ્ચિમ મધ્ય પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં પણ અનરાધાર વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે.કેરળમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે
14 ઓગસ્ટએ પૂર્વ રાજસ્થાન અને મધ્ય-પ્રદેશમાં આ દિવસે ભારે વરસાદ થઇ શકે છે. ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્રના ઘાટ એરિયા, તેલંગણા અને કોંકણ એન્ડ ગોવામાં ભારેથી અતિભારે વરસાદ થવાનું અનુમાન છે. આ સિવાય જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ એન્ડ દિલ્હી, પૂર્વ ઉત્તર પ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ, આંદમાન એન્ડ નિકોબાર આઇલેન્ડ્સ, કોસ્ટલ એન્ડ દક્ષિણ કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના છે.
15 ઓગસ્ટે પૂર્વ રાજસ્થાનમાં રેલ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 15 ઓગસ્ટે અહીં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. આ સિવાય ઉત્તરાખંડ અને પશ્ચિમી મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સિવાય હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ એન્ડ દિલ્હી, ઉત્તર પ્રદેશ, પશ્ચિમી રાજસ્થાન, ગુજરાત રીઝનમાં વરસાદની સંભાવના છે.

(10:29 pm IST)