મુખ્ય સમાચાર
News of Tuesday, 13th August 2019

રિટેલ ફુગાવો ઘટીને ૩.૧૫ ટકા થયો : સરકારને રાહત

જૂનમાં રિટેલ ફુગાવો ૩.૧૫ ટકા રહ્યો હતો : રિટેલ ફુગાવો રિઝર્વ બેંકના ટાર્ગેટ કરતા હજુપણ ઓછો

નવી દિલ્હી, તા. ૧૩ : રિટેલ અથવા કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ (સીપીઆઈ) ફુગાવો ઘટીને જુલાઈ મહિનામાં ૩.૧૫ની નીચી સપાટીએ પહોંચી ગયો છે જે જૂન મહિનામાં ૩.૧૮ ટકા હતો. આજે સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં આ મુજબની વાત કરવામાં આવી હતી. આ આંકડો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નક્કી કરવામાં આવેલા ચાર ટકાના ટાર્ગેટ કરતા ઓછો રહેલો છે. ફુગાવા આધારિત કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સનો આંકડો મે ૨૦૧૯માં ૩.૦૫ ટકા રહ્યો હતો જ્યારે ગયા વર્ષે જુલાઈ મહિનામાં ૪.૧૭ ટકા રહ્યો હતો.

     તમામ લોકો જાણે છે કે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તેની દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા જારી કરતી વેળા હંમેશા રિટેલ ફુગાવાના પરિબળને ધ્યાનમાં લે છે. આજે જારી કરવામાં આવેલા આંકડા મુજબ ફુગાવામાં ઘટાડો થવા માટે કેટલાક પરિબળો જવાબદાર રહેલા છે. ફુગાવો જુલાઈ મહિનામાં વધી શકે છે તેમ તમામ લોકો માની રહ્યા હતા. અગ્રણી સમાચાર સંસ્થા દ્વારા હાલમાં જ જારી કરવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, રિટેલ ફુગાવો સતત છઠ્ઠા મહિનામાં વધી શકે છે. જો કે તમામ અર્થશાસ્ત્રીઓની ગણતરી ઉંથી વળી ગઇ છે. આજે જારી કરવામાં આવેલા આંકડા મુજબ સીપીઆઈ ફુગાવો ઘટીને ૩.૧૫ ટકા થઇ ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય રિઝર્વ બેંકે સાતમી ઓગસ્ટના દિવસે નાણાંકીય વર્ષની તેની ત્રીજી  દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષાની બેઠકના પરિણામ જાહેર કર્યા હતા. ધારણા પ્રમાણે જ રેપોરેટમાં ૦.૩૫ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.  આની સાથે જ રેપોરેટ  ૫.૭૫ ટકાથી ઘટીને ૫.૪૦ ટકા થઇ ગયો છે.  આવી જ રીતે રિવર્સ રેપો રેટ ૫.૭૫ ટકાથી ઘટીને હવે ૫.૧૫ ટકા થઇ ગયો છે. સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.સતત ચોથી વખત આરબીઆઇ દ્વારા રેપો રેટમાં

ઘટાડો કરવામા ંઆવ્યો હતો. રેપો રેટ હજુ સુધી ૫.૭૫ ટકા હતો. જે સપ્ટેમ્બર ૨૦૧૦ બાદ સૌથી નીચી સપાટી પર હતો. આરબીઆઇ આ વર્ષે પહેલાથી જ રેપો રેટમાં ત્રણ વખત ૦.૭૫ ટકા સુધીનો ઘટાડો કરી ચુકી છે. રેટમાં ઘટાડો થતા લોન લેનાર લોકોને મોટી રાહત થઇ ગઇ છે.  આરબીઆઇએ સામાન્ય લોકોને મોટી રાહત આપી છે. જેથી તમામ પ્રકારની હોમ અને અન્ય લોન સસ્તી થશે. આરબીઆઇએ સામાન્ય લોકો અને કંપનીઓને મોટી રાહત આપી દીધી છે.  સતત ચોથી  વખત રિઝર્વ બેંક દ્વારા રેપોરેટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ૨૦૧૬માં આની રચના કરવામાં આવ્યા બાદ મોનિટરી પોલિસી દ્વારા ચોથી વખત વ્યાજદરમાં ઘટાડો કરાયો હતો. છેલ્લી જુનની પોલિસી બેઠકમાં વ્યાજદરમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

(7:58 pm IST)