મુખ્ય સમાચાર
News of Tuesday, 13th August 2019

જમ્મુ-કાશ્મીર અંગે સુપ્રિમ કોર્ટે તત્કાલ સુનાવણીનો કર્યો ઇન્કાર : કહ્યું... સરકાર ઉપર ભરોસો રાખો : દખલ દેવા પણ ઇન્કાર

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીર મુદ્દે સુપ્રિમ કોર્ટે તુરંત સુનાવણી કરવાનો ઇન્કાર કર્યો છે : કોર્ટે સ્થિતિમાં સુધારાની આશા રાખતા સુનાવણી ર સપ્તાહ માટે ટાળી દીધી છે : કોર્ટે કહ્યું છે કે આ સંવેદનશીલ મુદ્દો છે આપણે થોડા દિવસ રાહ જોવી જોઇએ : સાથોસાથ એવું પણ કહ્યું છે કે સરકાર ઉપર ભરોસો મૂકવો જોઇએ- કોઇના જીવ ન જાય તેની કાળજી રાખવી પડશેઃ કાશ્મીરમાં પ્રતિબંધો વિરૂદ્ધ કોંગ્રેસના સમર્થક તહસીન પુનાવાલાએ અરજી કરી હતી જેમાં હાલ દખલ દેવાનો કોર્ટે ઇન્કાર કર્યો છે

(4:13 pm IST)