મુખ્ય સમાચાર
News of Tuesday, 13th August 2019

કયારેય 'પદ' જોઇતુ ન હતું : નાનાજી દેશમુખની જેમ રચનાત્મક કાર્ય કરવાની ઇચ્છા હતી

ઉપરાષ્ટ્રપતિ પદ માટે મારા નામની જાહેરાત થતા આંખોમાં આંસુ આવી ગયેલઃ વેંકૈયા

ચેન્નાઇઃ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ એ કહ્યું હતું કે તેઓ કયારેય પદ નહોતા   ઈચ્છતા. તે જનસંદ્યના નેતા અને   સામાજિક કાર્યકર્તા નાનાજી દેશમુખની   જેમ રચનાત્મક કાર્ય કરવાની ઇચ્છા  હતી. રવિવારે તેમના ઉપરાષ્ટ્રપતિ પદ પરના કાર્યકાળ અંગેના પુસ્તક-  લિસનીંગ, લર્નિગ અને લીડિંગના    વિમોચન કાર્યક્રમને સંબોધતા નાયડુએ કહ્યું હતું કે, 'ઉપરાષ્ટ્રપતિ પદ માટે   મારા નામની જાહેરાત થતાં મારી   આંખોમાં આંસુ હતા, કેમ કે મને   કહેવામાં આવ્યું હતું કે તમે હવે ભાજપ કાર્યાલયે જઈને ભાજપ કાર્યકરોને નહીં મળી શકો.

તેમણે કહ્યું કે, 'સાધારણ પરિવારમાં હોવા છતાં ભાજપે મને બધું જ આપ્યું  છે. વડા પ્રધાનપદની દાવેદારી ને બાદ કરતા બધું જ આપ્યું, કારણ કે હું તેના  માટે યોગ્ય નહોતો. એક સચ્ચાઈ જાહેર કરવા માગું છું કે કયારેય ઉપરાષ્ટ્રપતિ બનવા નહોતો માંગતો. મેં વડાપ્રધાન મોદીને કહ્યું હતું કે સરકારથી અલગ થઈને નાનાજી દેશમુખની જેમ  રચનાત્મક કાર્ય કરવા માગું છું. પરંતુ તેમ ના થઈ શકયું.  ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી પહેલા મેં કેટલાક લોકોના નામ સૂચવ્યા હતા. પરંતુ સંસદીય દળની બેઠક પછી અમિતભાઈ એ કહ્યું કે બધા જ તમને આ પદ માટે યોગ્ય માને છે. મેં કદી વિચાર્યું પણ નહોતું. હું ભાજપનું સભ્ય પદ છોડવા નહતો માંગતો, પરંતુ મજબૂરીમાં આવું કરવું પડ્યું. નાની ઉંમરથી જ હું એબીવીપી અને આરએસએસ સાથે સંકળાયેલ હતો. તેથી તે સંગઠનોના ભાવિ વિશે ચિંતિત રહેતો હતો.

  કાર્યક્રમને સંબોધતા ગૃહપ્રધાન અમિતભાઇ શાહે મજાક કરતાં જણાવ્યું હતું કે રાજયસભાના સભાપતિ નાયડુ થી બધા પ્રધાનો ડરતા રહે છે. તામિલ સુપરસ્ટાર રજનીકાન્તે જમ્મુ-કાશ્મીર મુદ્દે નિર્ણય લેવા બદલ મોદી અને શાહની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે મોદી-શાહની જોડી કૃષ્ણ અને અર્જુન જેવી છે.

(3:48 pm IST)