મુખ્ય સમાચાર
News of Tuesday, 13th August 2019

ધર્મશાસ્ત્રોને ધ્યાને રાખી સમાધાનકારી વલણથી કેસો નિપટાવાય તો સમાજમાં શાંતિ જળવાઇ રહે

ગુજરાત હાઇકોર્ટના પ્રાંગણમાં ૧૨ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ભવનનું ઉદ્ઘાટન કર્યું : અયોધ્યા-કાશ્મીર-આસામ જેવા પ્રશ્નોમાં મધ્યસ્થી મહત્વપુર્ણ બનેઃ સુપ્રિમના જસ્ટીસ બોબડે

 નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના સિનિયર જસ્ટિસ એસ.એ. બોબડેએ જણાવ્યું હતું કે, કોર્ટમાંથી મળતા ન્યાય કરતા સમાધાનકારી વલણથી કેસનો નિકાલ વધુ અસરકારક હોય છે. ધર્મશાસ્ત્રોને યાદ રાખીને સમાધાનકારી વલણ થી કેસોનો અંત આવે તો સમાજમાં શાંતિ જળવાઈ રહેશે.

સમાજમાં નાગરિકો ની હિજરતના પગલે અનેક કાનૂની કેસ થતા હોય છે. આસામમાં નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન્સ નો મુદ્દો હોય કે પછી કાશ્મીરમાંથી વિસ્થાપિત થયેલા કાશમીરી કે જેઓ દેશના અન્ય સ્થળોએ ઘર શોધે છે, આ પ્રકારની સમસ્યા સમાજને ધ્વસ્ત કરી કાઢે છે. જેના નિકાલ માટે મધ્યસ્થતા મહત્વપૂર્ણ છે. તેમણે અયોધ્યાના કેસમાં પણ મધ્યસ્થી અત્યંત મહત્વની ગણાવી હતી.

લોકોના અહંકારના ટકરાવ તેમજ બિનજરૂરી રીતે ખોટા વિખવાદ ને આગળ વધતુ અટકાવવા માટે સમાધાનનો રસ્તો જ શ્રેષ્ઠ છે. મીડિયેશન થકી કેસનો નિકાલ થાય એ જ કાયમી,  ઉકેલ કહી શકાય.

ગરીબ માણસોને ન્યાય મળે તે માટે કાનૂની સેવા સત્ત્।ા મંડળની   ભૂમિકા મહત્વની છે.

ગુજરાત રાજય કાનૂની સેવા સત્ત્।ા મંડળના ગુજરાત હાઈકોર્ટના પ્રાંગણમાં રૂપિયા ૧૨ કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલા ભવનનું ઉદ્દ્યાટન કરતા જસ્ટિસ બોબડે જણાવ્યું હતું કે, ગુજરાત લવાદ-મધ્યસ્થી દ્વારા કેસોના સુખદ સમાધાન માટે દેશભરમાં અગ્રેસર છે. વડોદરામાં ગાયકવાડ શાસનમાં પણ મીડિયેશનની વ્યવસ્થા હતી

 તે દ્રષ્ટિએ મધ્યસ્થીથી કેસોનો નિકાલ  લાવવાનો ગુજરાત બહુ જૂનો ઇતિહાસ ધરાવે છે. વધતી વસ્તી અને સ્થળાંતરના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માં  પ્રશ્નો ઉપસ્થિત થાય છે તેવા સમયે કોર્ટ  અને ન્યાય ખૂબ જ મહત્વના બની જાય છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર. શાહ તથા જસ્ટિસ આર. સુભાષ રેડી, એકિંટગ ચીફ જસ્ટિસ અનંત દવે, રાજય ના કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજયકક્ષાના કાયદા મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. જયારે ગુજરાત કાનૂની  સેવા સત્ત્।ા મંડળના એકિઝકયુટિવ ચેરમેન જસ્ટિસ એસ.આર. બ્રહ્મભટ્ટ સ્વાગત પ્રવચન તથા ચેરમેન જસ્ટિસ આર.એમ. છાયાએ આભારવિધિ કરી હતી.

(3:45 pm IST)