મુખ્ય સમાચાર
News of Tuesday, 13th August 2019

કાશ્મીરમાં યુએન પ્રસ્તાવ ૭૨ વર્ષે લાગુ કરવો મુર્ખતાઃ શશી થરૂર

નવીદિલ્હીઃ કોંગ્રેસ સાંસદ શશી થરૂરે કાશ્મીર અંગે યુએન પ્રસ્તાવ લાગુ કરવાની માંગનો વિરોધ કરતા જણાવેલ કે ૭૨ વર્ષ અને ચાર યુધ્ધ તથા ગુલામ કાશ્મીરમાં જન સંખ્યા અને સીમામાં થયેલ બદલાવ બાદ યુએન પ્રસ્તાવને લાવવો મુર્ખતાપૂર્ણ રહેશે.

થરૂરે ટ્વીટ કરેલ કે પાકિસ્તાન કે બ્રિટનના જે લોકો યુનાઈટેડ નેશનનો પ્રસ્તાવ લાગુ કરવાની માંગ કરી છે. તેઓ ૧૯૪૮ના રેસ ૪૫૭ની વાસ્તવિક જરૂરત જોવે. જેને આખે- આખી નહીં પણ કટકે- કટકે અપનાવવાની જરૂર હતી. જાહેરાત પણ એ રીતે જ કરવામાં આવેલ.

એક અન્ય ટ્વીટમાં શશી થરૂરે જણાવેલ કે પહેલા પાકિસ્તાને બધા કબાયલી અને પાકિસ્તાની નાગરીકોને પરત લેવાના હતા. તેમણે જણાવેલ કે તેની સેના સામેલ નથી. બીજુ ભારત ગુલામ કાશ્મીરમાં આગળ વધશે અને જમ્મુ- કાશ્મીરમાં પોતાની સેના ઓછી કરશે.કોંગ્રેસ સાંસદે જણાવેલ કે ભારતે નહી પણ પાકિસ્તાને જ તેની પહેલી શરત પુરી કરી નથી. ત્યારબાદ ચાર યુધ્ધ અને ૭૨ વર્ષ બાદ પ્રસ્તાવ લાગુ કરવાની મુર્ખતાપૂર્ણ માંગ કરાઈ રહી છે.

(3:34 pm IST)