મુખ્ય સમાચાર
News of Tuesday, 13th August 2019

કેન્દ્રિય પ્રધાન ભૂત-પ્રેતમાં માને છે

પોતાને નડેલ અકસ્માત માટે ''જગ્યા''ને જવાબદાર માની કહ્યું ''ત્યાં કંઇક છે''

ભોપાલ તા. ૧૩: મંડલા જીલ્લામાં કેન્દ્રીય ખનિજ ખાતાના રાજયકક્ષાના પ્રધાન ફઝાનસિંહ ફુલસ્તેના વાહનનું એકસીડન્ટ થયું હતું આ અકસ્માતમાં ડ્રાઇવરની સુઝબુઝના કારણે કુલસ્તે બચી ગયા હતા. જો કે તેમને મામૂલી ઇજાઓ થઇ છે. અકસ્માત મંડલા જીલ્લામાં બબલીયા ધારી પાસે થયો હતો, કુલસ્તે પોતાના ગામ જેવરાથી મંડલા જઇ રહ્યા હતા.

સોમવારે મંડલામાં આયોજીત એક પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે કુલસ્તે પોતાના ગામ જેવરાથી ઇનોવા કારમાં મંડલા તરફ જઇ રહ્યા હતા ત્યારે સામેથી આવી રહેલી સ્કોર્પીયો સાથે તેમની ગાડી અથડાઇ ગઇ હતી. મંડલા રોડ પર ઘણા બધા વળાંકો હોવાના કારણે ઘણા વાહનોના એકસીડન્ટ થતા હોય છે.

મીડીયા સાથેની વાતચીતમાં કુલસ્તે એ કહ્યું કે જે સ્થળે આ અકસ્માત થયો ત્યાં ઘણાં એકસીડન્ટ થાય છે. સ્થળનો પણ પ્રભાવ હોય છે. ત્યાં કંઇક છે ખરૃં જેના કારણે કંઇક ને કંઇક બનતું રહે છે. ગયા વર્ષે પણ ત્યાં એક એકસીડન્ટ થયો હતો જેમાં એક વ્યકિતનું મોત થયું હતું. તેમણે કહ્યું કે ત્યાં કોઇ ભૂત પ્રેતની અસર હોય તેવું પણ કદાચ હોઇ શકે.

(3:32 pm IST)