મુખ્ય સમાચાર
News of Tuesday, 13th August 2019

એમડીએમકે પ્રમુખ વાઇકોનું દેશવિરોધી બયાન ૧૦૦માં સ્વતંત્રતા દિવસ પર કાશ્મીર ભારતમાં નહિં હોય

તમિલનાડુ તા. ૧૩: એમડીએમકે પ્રમુખ અને રાજયસભાના સાંસદ વાઇકોએ દેશ વિરોધી બયાન આપતા કહ્યું કે ૧૦૦મા સ્વતંત્રતા દિવસે કાશ્મીર ભારતમાં નહીં હોય.

ગઇકાલે તિરૂવન્નમલઇ જીલ્લામાં પક્ષના એક કાર્યક્રમમાં વાયકોએ કહ્યું કે જયારે ભારત ૧૦૦મો સ્વતંત્રતા દિવસ ઉજવતો હશે ત્યારે કાશ્મીર ભારતનો ભાગ નહીં હોય.

ઉલ્લેખનીય છે કે વાયકોએ જમ્મુ કાશ્મીરમાં ૩૭૦મી કલમ હટાવવાના નિર્ણયનો સંસદમાં પણ વિરોધ કર્યો હતો. પ ઓગસ્ટે જયારે ૩૭૦ હટાવવાનો સંકલ્પ રાજયસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે વાયકોએ આ પગલાનો વિરોધ કરતા કહ્યું હતું કે આજે દુઃખનો દિવસ છે કેમકે આપણે આપણું વચન તોડી નાખ્યું છે. આ એ જ વાઇકો છે જેણે હિંદીનું અપમાન કરતા કહ્યું હતું કે સંસદમાં હિંદીમાં અપાતા ભાષણોના કારણે સદનમાં બહેસસ્તર નીચું ગયું છે.

(3:30 pm IST)