મુખ્ય સમાચાર
News of Tuesday, 13th August 2019

'મેક ઇન ઇન્ડીયા'ની સાયકલ ખરીદનારને મનપા આપશે એક હજાર

જમ્મુ-કાશ્મીરમાં ૩૭૦ તથા ૩પ-એ કલમ દુર થતા કેન્દ્ર સરકારને અભિનંદન પાઠવાયાઃ હોકી ગ્રાઉન્ડ, ફુટબોલ ગ્રાઉન્ડ તથા સાયકલ શેરીંગની ૩ અરજન્ટ સહિત કુલ ૧૧ દરખાસ્ત બોર્ડમાં સર્વાનુમતે મંજુર

ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઉગ્રચર્ચાઃ શાબ્દીક યુધ્ધ :રાજકોટઃ મ્યુ.કોર્પોરેશનના આજે મળેલ જનરલ બોર્ડમાં પ્રથમ ભાજપના કોર્પોરેટર મનીષ રાડીયાના પાણી વિતરણ સહિતના ત્રણ પ્રશ્નોની ચર્ચા શરૂ થઇ હતી. આ ચર્ચાની ગણતરી મીનીટોમાંજ વિપક્ષના સભ્યોએ શહેરમાં ગંદા પાણીના નિકાલ અંગેની ચર્ચા માટે માંગ કરવામાં આવતા ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે ઉગ્રા ચર્ચાઓ થઇ હતી. તે ખવતની તસ્વીર(તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા., ૧૩:  મ્યુનિસિપલ કોર્પોરેશનનું જનરલ બોર્ડ  આજે સવારે ૧૧ વાગ્યે મળ્યું હતું. આ જનરલ બોર્ડમાં સાયકલ ેશેરીંગ પ્રોજેકટનો વ્યાપ વધારવા ફુટબોલ, હોકી મેદાનના નિયમોની ૩ અરજન્ટ સહિત કુલ ૧૧ દરખાસ્તો સર્વાનુમતે મંજુર થઇ હતી. ભાજપના ૧૪ કોર્પોરેટરો દ્વારા ૨૭ જેટલા અને કોંગ્રેસના ૧૩ કોર્પોરેટરો દ્વારા  ૩૩ સહિત કુલ ૨૭ કોર્પોરેટરોએ ૬૩ પ્રશ્નો રજૂ થયા હતા.

 જો  કે સૌ પ્રથમ ભાજપનાં મનીષ રાડીયાનાં પાણી વિતરણ સહિતનાં ત્રણ પ્રશ્નોથી ચર્ચા શરૂ થઇ હતી.

આ અંગે એજન્ડામાં પ્રસિદ્ધ થયેલ વિગત મુજબ આજે મળેલ  જનરલ બોર્ડમાં રાજકોટ મહાનગરપાલિકાના સ્નાનાગાર વિભાગની ''જુનિયર તાલીમ માસ્તર (સ્ત્રી)''ની ૦૭(સાત)ઙ્ગહંગામી જગ્યાઓનો કાયમી સ્ટાફ સેટઅપમાં સમાવેશ કરવાના વોર્ડ નં.૦૯માં ચંદન પાર્ક, પેરેડાઇઝ હોલ સામે નવનિર્માણ પામેલ લાઇબ્રેરીનું ''બાબુભાઇ વૈદ્ય લાઇબ્રેરી''નામકરણ કરવા તથા ૧૫૦ ફુટ રિંગ રોડ ઉપર મવડી ચોકડી ખાતે બનાવવામાં આવેલ બ્રિજનું ''અટલ બિહારી વાજપેયી બ્રિજ'' નામકરણ કરવા સહિતની  ૧૧ દરખાસ્તોને લીલીઝંડી મળી હતી.

સાયકલ ખરીદનારને ૧ હજાર

સાયકલ શેરીંગ પ્રોજેકટ લાભ કુટુંબ દીઠ એક જ વ્યકિતને મળશે. આ યોજના અન્વયે ૧૦૦૦૦ લાભાર્થીઓને વહેલા તે પહેલાના ધોરણે અને નિયત શરતોને આધીન સાયકલ પ્રમોશન યોજનાનો લાભ મળશે. આ યોજના અંતર્ગત સાયકલની ખરીદી યોજનાની અમલ તારીખ કે ત્યાર  પછીના સમયમાં થયેલી હોવી જોઇએ. જેનું જીએસટી સહીતનું બીલ ચેસીસ નંબર સાથેની વિગતો નિયત અરજી ફોર્મ જરૂરી છે. આ યોજનાનો લાભ મેળવવા અરજી કરનારના નામનું જ સાયકલ ખરીદીનું બીલ રજુ કરવાનું રહેશે. રી-સેલ કરેલ કે જુની ખરીદેલ સાયકલ પર આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહી. આ યોજનાનો લાભ મેઇક ઇન ઇન્ડીયાની સાયકલ ખરીદ કરનારને જ મળવાપાત્ર રહેશે. આ યોજના અંતર્ગત રૂ. ૧૦૦૦ની સબસીડી અરજદારના બેંક ખાતામાં જ જમા કરવામાં આવશે અન્ય કોઇ પણ રીતે સબસીડી મળવાપાત્ર રહેશે નહી.

અભિનંદન ઠરાવ

ભારત દેશની એકતા અને અખંડીતતા માટે કલંકરૂપ ભારતીય બંધારણની કલમ ૩પ-એ તથા ૩૭૦ને પોતાની પ્રબળ નિર્ણય શકિત વડે દુર કરી તેમજ દેશના જમ્મુ-કાશ્મીર પૈકીના જમ્મુ કાશ્મીરને વિધાનસભા સહીતના કેન્દ્ર શાસીત પ્રદેશ અને લદાખને વિધાનસભા વગરના કેન્દ્રશાસીત પ્રદેશનો અલગ દરજ્જો આપી આ પ્રદેશમાં રહેતા ભારતીયોની સલામતી સુરક્ષામાં વધારો થાય સાથોસાથ રાષ્ટ્રની એકતા તેમજ અખંડીતતા જળવાઇ રહે તેમજ આ પ્રદેશનો સુવ્યવસ્થિત વિકાસ થાય તે માટે ભારત દેશવાસીઓના હિતમાં પગલા લેવા બદલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઇ શાહને તેમજ કેન્દ્ર સરકારને આજની આ સામાન્ય સભા ખુબ ખુબ અભિનંદન આપ્યા હતા. આ દરખાસ્ત કમલેશભાઇ મીરાણીએ મુકી હતી. નિતીનભાઇ ભારદ્વાજે આ દરખાસ્તને ટેકો આપ્યો હતો. આમ આ ઠરાવ સર્વાનુમતે મંજુર થયેલ છે.

(3:22 pm IST)