મુખ્ય સમાચાર
News of Tuesday, 13th August 2019

ઓકટોબરમાં વારાણસીમાં મોદી-જીનપીંગ મુલાકાતઃ વેપાર વિકાસ માટે ચર્ચાઓ થશે

માન સરોવર યાત્રાનો વ્યાપ વધારવાની ચીનની ઓફર

બૈજીંગઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગ વારાણસીમાં મુલાકાત કરશે. ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર અત્યારે ત્રણ દિવસની ચીન યાત્રા પર છે. ચીનના વિદેશ પ્રધાન વાંગ યી સાથેની મુલાકાત પછી સોમવારે તેમણે આ જાહેરાત કરતા કહ્યું કે વડાપ્રધાન અને ચીનના રાષ્ટ્રપતિ ઓકટોબરમાં વારાણસીમાં મળી શકે છે.

વિદેશ પ્રધાન જયશંકરે કહ્યુ કે બન્ને દેશોના સંબંધોમાં ઘણો સુધારો થયો છે. ચીને માન સરોવર યાત્રાને વધારવાની ઓફર કરી છે. ઉપરાંત ભારતના ઉત્પાદનો માટે ચીનની બજારમાં જગ્યા આપવાની વાત કરી છે.

ચીનના વિદેશ પ્રધાન વાંગ યી એ કહ્યુ કે ભારતનો વેપાર ચીનમાં વધે તે માટે અમે ભારતને ચીનની માર્કેટમાં સવલતો આપવા તૈયાર છીએ. તેમણે કહ્યુ કે અમને ખબર છે કે આપણા બન્ને દેશો વચ્ચે કેટલાક મુદ્દાઓ પર મતભેદ છે પણ આપણે તેને એક પ્રક્રિયા રૂપે હલ કરવાના છે. અમને એ પણ ખબર છે કે ભારત - પાકિસ્તાન વચ્ચે અત્યારે તંગદિલી ચાલી રહી છે પણ આ બાબતે અમારૂ વલણ બહુ સ્પષ્ટ છે.

(1:08 pm IST)