મુખ્ય સમાચાર
News of Tuesday, 13th August 2019

પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ અને ટીએમસી વચ્ચે ગઠબંધન થશે ભાજપને હંફાવવા રાહુલ અને મમતા બેનર્જીએ ઘડ્યો પ્લાન

લોકસભામાં બંને અલગ લડતા ધોવાણ થયું હતું :સ્થિતિને સુધારવા કવાયત

નવી દિલ્હી : લોકસભાની ચૂંટણીમાં મળેલી હાર બાદ કોંગ્રેસે પશ્વિમ બંગાળમાં ટીએમસી સાથે હાથ મીલાવવાની તૈયારી શરૂ કરી છે.હેવાલ મુજબ  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ટીએમસી અધ્યક્ષ અને પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જી અને ટીએમસીના નેતાઓ સાથે વાતચીત કરી રહ્યા છે.

 પશ્વિમ બંગાળમાં ૨૦૨૧માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. જેથી આ ચૂંટણીમાં કોંગ્રેસ અને ટીએમસી વચ્ચે ગઠબંધન કરી શકે છે 

   અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીમાં ટીએમસી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયુ હતુ. જોકે. બન્ને પાર્ટી ૨૦૧૩માં અલગ થઈ હતી. ત્યારે ૨૦૧૯ની ચૂંટણીમાં પણ ટીએમસી અને કોંગ્રેસ અલગ-અલગ ચૂંટણી લડી હતી. જેથી પશ્વિમ બંગાળમાં ટીએમસીનુ મોટુ ધોવાણ થયુ હતુ. ત્યારે ફરીવાર ટીએમસી અને કોંગ્રેસ પશ્વિમ બંગાળમાં હાથ મીલાવી શકે છે.

(12:53 pm IST)