મુખ્ય સમાચાર
News of Tuesday, 13th August 2019

જિયો અને માઈક્રોસોફટે ભારતમાં ડિજિટલ પરિવર્તનને ઝડપથી વેગ આપવા જોડાણ કર્યું : મુકેશભાઇ અંબાણી

જામનગર તા.૧૩ :  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પેટાકંપની રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ (જિયો) અને માઇક્રોસોફ્ટ કોર્પોરેશને વિશિષ્ટ, વિસ્તૃત, લાંબા ગાળાનાં વ્યૂહાત્મક સંબંધોની શરૂઆત કરી છે, જેનો ઉદ્દેશ ભારતીય અર્થતંત્ર અને સમાજનાં ડિજિટલ પરિવર્તનને વેગ આપવાનો છે. આ ૧૦ વર્ષની સમજૂતી અંતર્ગત બંને કંપનીઓની વૈશ્વિક સ્તરની સંયુકત ક્ષમતાઓ ભારતીય વ્યવસાયો માટે કનેકિટવિટી, કમ્પ્યુટિંગ, સ્ટોરેજ સોલ્યુશન્સ અને અન્ય ટેકનોલોજી સેવાઓ અને આવશ્યક ઉપયોગિતાઓનો વિસ્તૃત સેટ ઓફર કરશે તેમજ એનાં હાલનાં અને નવા વ્યવસાયો સહિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વિસ્તૃત ઇકોસિસ્ટમને આવરી લેશે.

જિયો અને માઇક્રોસોફ્ટ સંયુકતપણે લદ્યુ અને મધ્યમ ઉદ્યોગસાહસો વચ્ચે ડેટા એનાલીટિકસ, એઆઈ, કોગ્નિટિવ સર્વિસીસ, બ્લોકચેઇન, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ અને અત્યાધુનિક કમ્પ્યુટિંગ જેવી અગ્રણી ટેકનોલોજીની સ્વીકાર્યતા વધારવાનો ઉદ્દેશ ધરાવે છે, જે તેમને સ્પર્ધાત્મક બનવા અને વૃદ્ઘિ કરવા સજ્જ કરશે, ત્યારે ભારતમાં ટેકનોલોજી-સંચાલિત જીડીપી વૃદ્ઘિને વેગ આપવામાં મદદરૂપ થશે અને મોટા પાયે અત્યાધુનિક ટેકનોલોજી સોલ્યુશન્સની સ્વીકાર્યતા વધારશે.

આ કરારના ભાગરૂપે   :- ૧.જિયો કલાઉડ-આધારિત ઉત્પાદકતા સાથે એની આંતરિક વર્કફોર્સ પ્રદાન કરશે અને માઇક્રોસોફ્ટ ૩૬૫ સાથે ઉપલબ્ધ ટૂલોનું જોડાણ કરશે તેમજ એની નોન-નેટવર્ક એપ્લિકેશન્સને માઇક્રોસોફ્ટ એઝયોર કલાઉડ પ્લેટફોર્મ પર સ્થળાંતરિત કરશે.  ૨.દરેકને, દરેક બાબતોને, દરેક જગ્યાને જોડવાનો ઉદ્દેશ ધરાવતું જિયોનું કનેકિટવિટી માળખું જિયોની કલાઉડ-ફર્સ્ટ સ્ટ્રેટેજીનાં ભાગરૂપે સ્ટાર્ટઅપ્સની વધતી ઇકોસિસ્ટમની અંદર માઇક્રોસોફ્ટ એઝયોર કલાઉડ પ્લેટફોર્મની સ્વીકાર્યતાને વેગ આપશે. ૩.જિયો સમગ્ર ભારતમાં તમામ સ્થળોમાં ડેટા સેન્ટર્સ સ્થાપિત કરસે, જે અત્યાધુનિક ગણતરી, સ્ટોરેજ અને નેટવર્કિંગ ક્ષમતાઓ ધરાવશે તથા માઇક્રોસોફ્ટ જિયોની ઓફરને સપોર્ટ કરવા આ ડેટા સેન્ટર્સમાં એનાં એઝયોર પ્લેટફોર્મને સ્થાપિત કરશે. ૭.૫ મેગાવોટ પાવરનો વપરાશ કરતાં આઇટી ઉપકરણ ધરાવી શકે એવા શરૂઆતનાં બે ડેટા સેન્ટર ગુજરાત અને મહારાષ્ટ્રમાં સ્થાપિત થયા છે. એનો લક્ષ્યાંક કેલેન્ડર વર્ષ ૨૦૨૦ સુધીમાં સંપૂર્ણપણે કાર્યરત થવાનો છે. ૪.જિયો ભારતીય વ્યવસાયોની જરૂરિયાતો પર કેન્દ્રિત ઇનોવેટિવ કલાઉડ સોલ્યુશન્સ વિકસાવવા માઇક્રોસોફ્ટ કલાઉડ પ્લેટફોર્મનો ઉપયોગ કરશે. આ જિયોએ વિકસાવેલા સોલ્યુશન્સ દ્વારાઃ ભારતીય સ્ટાર્ટઅપ્સને અસરકારક અને વાજબી કલાઉડ માળખા અને પ્લેટફોર્મ સર્વિસીસ સુલભ થશે, જે તેમને ઇનોવેટિવ ઉત્પાદનો અને સેવાઓ વધારે ઝડપથી અને વધારે વાજબી ખર્ચે વિકસાવવા સક્ષમ બનાવશે.      ભારતમાં લદ્યુ અને મધ્યમ વ્યવસાયો કલાઉડ આધારિત વિવિધ ઉત્પાદકતા, જોડાણ અને વ્યાવસાયિક ઉપયોગિતા ધરાવશે, જેમાં ઓફિસ ૩૬૫ સામેલ છે, જે તેમને ભારતીયબજારમાં વધારે અસરકારકતા સાથ સ્પર્ધા કરવા સક્ષમ બનાવશે. મોટી કંપનીઓ નવા જિયો સોલ્યુશન્સનો ઉપયોગ કરીને તેમનાં પોતાનાં ડિજિટલ પરિવર્તનને વેગ આપવા સક્ષમ બનશે, જે દ્યણાં મોટા ઉદ્યોગસાહસોની અંદર અત્યારે ઉપયોગી માઇક્રોસોફ્ટ ઓફર સાથે કામ કરી શકે છે. ભારતમાં પાર્ટનર ઇકોસિસ્ટમ તેમનાં ગ્રાહકોની વિશિષ્ટ જરૂરિયાતો પૂર્ણ કરવા અને તેમનાં વ્યવસાયને ઝડપથી આગળ વધારવા જિયોની નવી ઓફરોનો ઉપયોગ કરવાની તક ધરાવશે.   જિયો મુખ્ય ભારતીય ભાષાઓ અને બોલીઓને સપોર્ટ કરે એવા સોલ્યુશન્સ વિકસાવવા માઇક્રોસોફ્ટ સાથે સંયુકતપણે કામ કરીને ભારતીય ગ્રાહકો માટે ઇન્ટિગ્રેટેડ સ્પીચ અને કમ્પ્યુટર વિઝન સોલ્યુશન્સનાં એનાં વિઝનનો અમલ કરશે, જે ભારતીય સમાજનાં તમામ વર્ગો વચ્ચે ટેકનોલોજીની સ્વીકાર્યતા વધારશે.

 રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ચેરમેન અને મેનેજિંગ ડાયરેકટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, જિયોને તમામ ભારતીયોને ટેકનોલોજીનો વિસ્તૃતપણે ઉપયોગ કરવા સક્ષમ બનાવવા અમારાં પ્રયાસોમાં માઇક્રોસોફ્ટ સાથે જોડાણ કરવાની ખુશી છે. આ વિશિષ્ટ અને પ્રથમ પ્રકારની પાર્ટનરશિપ છે, જે ભારતીય ઉદ્યોગસાહસો – લદ્યુ અને મોટાં ઉદ્યોગો માટે મહત્ત્વપૂર્ણ મૂલ્ય ઊભું કરવા કેન્દ્રિત બે મોટી કંપનીઓની ક્ષમતાનો સમન્વય કરશે. જિયોનાં આંતરરાષ્ટ્રીય સ્તરનાં ડિજિટલ માળખા અને માઇક્રોસોફ્ટનાં એઝયોર કલાઉડ પ્લેટફોર્મની આસપાસ નિર્મિત ઇનોવેટિવ અને વાજબી કલાઉડ-અનેબલ્ડ ડિજિટલ સોલ્યુશન્સ વિકસાવવા સંયુકતપણે કામ કરીને અમે ભારતીય અર્થતંત્રનાં ડિજિટાઇઝેશનને વેગ આપીશું અને ભારતીય વ્યવસાયોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવીશું. આ દુનિયાને ટેક-સક્ષમ મૂલ્ય સર્જનની ક્ષમતા પ્રદર્શિત કરશે, જે અસાધારણ અને સર્વસમાવેશક છે.ઙ્ખ

માઇક્રોસોફ્ટનાં સીઇઓ સત્ય નાદેલાએ કહ્યું હતું કે, અમે ભારતમાં ઇનોવેટિવ અને વૃદ્ઘિનાં માર્ગે અગ્રેસર કંપનીઓને મદદ કરવા અત્યાધુનિક ટેકનોલોજી સેવાઓ પ્રદાન કરવાની અસાધારણ તક ધરાવીએ છીએ. જિયોની અગ્રણી કનેકિટવિટી અને એઝયોર, એઝયોર એઆઈ અને ઓફિસ ૩૬૫ સાથે ડિજિટલ સોલ્યુશન્સ દેશમાં લાખો વ્યવસાયિકોને ગણતરી, સ્ટોરેજ, ઉત્પાદકતા માટે પ્લેટફોર્મ અને પાવરફૂલ ટૂલ્સ પ્રદાન કરશે.

સાઉદી અરામ્કો અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનાં ઓઇલ ટૂ કેમિકલ્સ (ઓટસી) ડિવિઝનમાં ૭૫ અબજ ડોલરનાં એન્ટરપ્રાઇસ વેલ્યુ પર ૨૦ ટકા હિસ્સો ખરીદવા નોન-બાઇન્ડિંગ લેટર ઓફ ઇન્ટેન્ટ કર્યા

ભારતમાં સૌથી મોટાં વિદેશી રોકાણમાંનું એક

જામનગર તા.૧૩ :  સાઉદી અરામ્કો અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઇએલ) આજે આરઆઇએલનાં રિફાઇનિંગ, પેટ્રોકેમિકલ્સ અને ઇંધણ વેચાણ વ્યવસાયને સમાવતા ઓઇલ ટૂ કેમિકલ્સ (ઓ૨સી) ડિવિઝનમાં પ્રસ્તાવિત રોકાણ સાથે સંબંધિત નોન-બાઇન્ડિંગ લેટર ઓફ ઇન્ટેન્ટ (એલઓઆઈ) પર સંમત થઈ હતી. સાઉદી અરામ્કોનો સંભવિત ૨૦ ટકા હિસ્સો ઓ૨સી ડિવિઝનનાં ૭૫ અબજ ડોલરનાં એન્ટરપ્રાઇસ વેલ્યુ પર આધારિત છે. આ ભારતમાં સૌથી મોટાં વિદેશી રોકાણમાંનું એક બનશે.

સાઉદી અરામ્કો અને આરઆઇએલ ૨૫ વર્ષથી વધારે સમયગાળાથી લાંબા ગાળાનાં ક્રૂડ ઓઇલ સપ્લાય સંબંધ ધરાવે છે. સાઉદી અરામ્કો વિશ્વની સૌથી મોટી અને બેરલદીઠ સૌથી ઓછો ખર્ચ ધરાવતી ક્રૂડ ઓઇલ ઉત્પાદક કંપની છે, જે ભૌગોલિક દ્રષ્ટિએ ભારતની નજીક છે અને ક્રૂડ સપ્લાય કરવાનાં વિવિધ વિકલ્પો ઓફર કરે છે. અત્યાર સુધી જામનગરમાં આરઆઇએલની રિફાઇનરીમાં પ્રોસેસિંગ માટે અંદાજે ૨ અબજ બેરલ ક્રૂડ ઓઇલની સપ્લાય કરી છે.

આરઆઇએલની જામનગર રિફાઇનરી દુનિયાની સૌથી મોટી અને સૌથી કોમ્પ્લેકસ રિફાઇનરી છે, જેમાં વિવિધ ઉત્પાદન સુવિધાઓમાં રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ કામગીરીનો સારો સમન્વય થયો છે. પ્રસ્તાવિત રોકાણને પરિણામે સાઉદી અરામ્કો લાંબા ગાળાનાં આધારે જામનગર રિફાઇનરીને ૫૦૦ કેબીપીડી અરેબિયન ક્રૂડ ઓઇલની સપ્લાય કરશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનાં ચેરમેન અને મેનેજિંગ ડાયરેકટર શ્રી મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, હું દુનિયામાં સૌથી મોટાં બિઝનેસ એન્ટરપ્રાઇસમાંની એક સાઉદી અરામ્કોને અમારાં ઓઇલ ટૂ કેમિકલ્સ ડિવિઝનમાં સંભવિત રોકાણકાર તરીકે આવકારીને ખુશ છું. અમે સાઉદી અરામ્કો સાથે લાંબા ગાળાનાં ક્રૂડ ઓઇલ સંબંધ ધરાવીએ છીએ અને અમે આ રોકાણ સાથે બંને વચ્ચેનાં સંબંધોને વધારે ગાઢ બનાવીશું. સાઉદી અરામ્કોનું રોકાણ અમારી એસેટ અને કામગીરી તેમજ ભારતની સંભવિતતાની ગુણવત્ત્।ાનો મજબૂત પુરાવો છે.

નોન-બાઇન્ડિંગ એલઓઆઈ હેઠળ પ્રસ્તાવિત રોકાણ ખંતને આધિન છે અને અમલ થનાર નિર્ણાયક સમજૂતી નિયમનકારક અને અન્ય પરંપરાગત મંજૂરીઓને આધિન રહેશે. બંને પક્ષો નિર્ણાયક સમજૂતીનાં અમલીની જાહેરાત કરશે.(૧૭.૩)

(11:36 am IST)