મુખ્ય સમાચાર
News of Tuesday, 13th August 2019

૧પમી ઓગસ્ટે કાશ્મીર ખીણના લોકોને ભડકાવવા ષડયંત્રઃ કેન્દ્ર સરકારને મળી ગુપ્ત માહિતી

પીએમ મોદી સતત અપડેટ લઇ રહ્યા છેઃ ર૦મી સુધીમાં સ્થિતિ સામાન્ય કરવા ટારગેટ

નવી દિલ્હી તા. ૧૩ : સરકારની તમામ આશંકાઓ વચ્ચે અત્યાર સુધી ગ્રાઉન્ડ ઝીરો પરથી સકારાત્મક રિપોર્ટ મળ્યા છે જેના અનુસાર અત્યાર સધીની સ્થિતિ સંતોષજનક છે. કલમ ૩૭૦ હટાવ્યા પછી પહેલો શુક્રવાર અને સોમવારે બકરી ઇદ પણ ખીણમાં શાંતિપૂર્વક પસાર થઇ હતી. હવે આગામી પડકાર ૧પ ઓગસ્ટનો છે. સરકારનું માનવુ઼ છે કે ૧પ ઓગસ્ટે કંઇક ભડકાવવાની કોશિષ થઇ શકે છે. સુરક્ષા એજન્સીઓએ કહ્યું કે જો તે દિવસે પરિસ્થિતિ નિયંત્રણમાં રહી જેશ તો ર૦ ઓગસ્ટ સુધીમાં ખીણમાં પરિસ્થિતિ સામાન્ય કરી દેવાનું લક્ષ્ય નકકી થઇ શકે છ.ે સુત્રોએ જણાવ્યું કે ૧પ ઓગસ્ટ સુધી સરકાર બહુ ઢીલ નહી આપે સુરક્ષા એજન્સીઓનું માનવુંછે કે સરહદ પારથી લોકોને ભડકાવવાની કોશિષોને નિષ્ફળ કરવામાં સતત સફળતા મળી રહી છે વડાપ્રધાન મોદી પરિસ્થિતિ પર સતત અપડેટ લેતા રહે છ.ે

જન્મુ કાશ્મીરમાં સોશ્યલ મીડીયા દ્વારા આખા વિશ્વમાં ખોટા સમાચારો અને અફવા ફેલાવવાની કોશિષો થઇ રહી છે. ગૃહમંત્રાલયે દરેક વિભાગોને આદેશ આપ્યા છે કે આવી ભ્રામક માહિતીઓને સાબિતિઓ દ્વારા ખોટી સાબિત કરવી ષડયંત્રના ભાગ રૂપે આવી માહિતીઓ ફેલાવતા લગભગ બે ડઝન સોશ્યલ મીડીયા એકાઉન્ટને પણ બંધ કરવા માટે ફેસબુક અને ટવીટરને કહેવામાં આવ્યું છે જેમાં ગિલાનીનીુ ટવીટર એકાઉન્ટ પણ સામેલ છે ૮ એકાઉન્ટ ગઇ કાલે બંધ થઇ ગયા છે.

સોમવારે જ એક પાક-અમેરિકા વિશ્લેષકે સીઆરપીએફ અંગે ખોટુ અને અત્યંત આપતિજનક ટવીટ કર્યું હતું જેનુ તે જ પ્લેટફોર્મ પર સીઆરપીએફ ખંડન કર્યું હતું સરાર એ બાબતે ચિંતિત છે કે આ ખોટા કન્ટેન્ટ હટાવવામાં સોશ્યલ મીડીયા કંપનીઓ ઝડપ નથી દેખાડતી

(11:27 am IST)