મુખ્ય સમાચાર
News of Tuesday, 13th August 2019

CBSE દ્વારા પરીક્ષા ફીમાં કમરતોડ ધરખમ વધારો દેશભરમાં થશે અમલ :પાંચ વર્ષ બાદ ફી વધારી

નવી દિલ્હી :સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને (CBSE) ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા ફીમાં 24 ગણો વધારો કર્યો હોવાના અહેવાલો હતા, ત્યાર બાદ CBSEએ સ્પષ્ટતા કરી છે કે, અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)ના વિદ્યાર્થીઓને હવે 750 રૂપિયાને બદલે 1500 રૂપિયા ફી જમા કરવવી પડશે. સામાન્ય કેટેગરીના વિદ્યાર્થીએ પણ એટલી જ ફી આપવી પડશે. CBSEએ સ્પષ્ટતા કરી છે કે ફી વધારો માત્ર દિલ્હી માટે નહીં પરંતુ સમગ્ર દેશ માટે છે. સાથોસાથ બોર્ડે દાવો કર્યો છે કે તેમણે પાંચ વર્ષ બાદ ફી વધારી છે.

(12:00 am IST)