મુખ્ય સમાચાર
News of Thursday, 11th July 2019

મહારાષ્ટ્રમાં સ્વયંભૂ બાબાના કહેવા પર ગુપ્ત ખજાના માટે શખ્સએ પત્નીને પ૦ દિવસ સુધી ભૂખી રાખી

         ચંદ્રપુર ( મહારાષ્ટ્ર ) માં એક શખ્સ દ્વારા ગુપ્ત ખજાનાની લાલચમાં પત્નીને પ૦ દિવસ સુધી નામ માત્રનુ ખાવાનુ આપી ભૂખ્યા રાખવાનો મામલો સામે આવ્યો છે.

         પોલીસના મત અનુસાર એક સ્વયંભૂ બાબાએ શખ્સ અને તેના પરિવારજનોને સલાહ આપી હતી કે જો મહિલા પ૦ દિવસ સુધી ભુખી રહે અને થોડુ અનુષ્ઠાન કરે તો એમને ગુપ્ત ખજાનો મળી શકે છે.

         મહિલાને માર મારવામા આવતો હતો. સવારે ર.૪પ વાગ્યે પુજા કરાવતા હતા. મહિલાના પતિ અને સ્વયંભૂ બાબાની ધરપકડ કરવામાં આવી છે.

(11:57 pm IST)