મુખ્ય સમાચાર
News of Wednesday, 15th May 2019

બિહારને વિશેષ રાજયનો દરજજો આપવાના મુદ્દા પર નીતિશકુમાર ભાજપ સાથે છેડો ફાડવા તૈયાર

ચુંટણીના છ તબકકા પૂર્ણ થયા બાદ જેડીયુએ ફરીથી રાગ આલપ્યો

નવીદિલ્હી, તા.૧૫: બિહારને વિશેષ રાજયનો દરજજો આપવાના, મુદ્દા પર નિતીશકુમારનો પક્ષ જનતા દળ યુનાઇટેડનું સ્ટેન્ડ છેલ્લા પાંચ વર્ષોથી કાંઇક આ પ્રકારે બદલ્યું છે. આ દરમ્યાર બિહારની સતા પર નીતીશકુમાર જ કાબેલ રહ્યા. જોકે કેન્દ્રમાં સરકારે બદલી અને રાજયમાં તેની સરકારના સહયોગી પણ સંયોગએ પણ રહ્યું કે જયારે પણ જેડીયું વિશેષ દરજજોના મુદ્દાપર આક્રમક થઇ કેન્દ્ર અને રાજયમાં અલગ-અલગ ગઠબંધનની સરકાર રહી અને પક્ષ મુદા પર મૌન સાધ્યું છે.

હવે લોકસભા ચુંટણીના છ તબકકા વીત્યા બાદ પક્ષે એકવાર ફરી રાજયને વિશેષ દરજજો આપવાનો રાગ આલપ્યો છે. જેડીયુના મહાસચિવ અને પ્રવકતા કેસી ત્યાગીએ આ વખતે બિહારની સાથે-સાથે ઓડિશા અને આંધ્રપ્રદેશને પણ વિશેષ રાજયનો દરજજો આપવાની માંગ કરી છેે.

તેઓએ એક નિવેદન આપીને કહ્યું કે વર્ષ ૨૦૦૦માં બિહારના વિભાજન બાદ રાજય પાસેથી પ્રાકૃતિક સંશાધનોના ભંડાર અને ઉદ્યોગ છીનવી લેવામા આવ્યા. રાજયનો વિકાસ જેવી રીતે થવો જોઇતો હતો. થયો નથી હવે સમય આવી ગયો છે કે કેન્દ્રીય નાણાંકીય પંચ આ મુદ્દા પર ફરીથી વિચાર કરી રહ્યા છે.

હાલમાં કેન્દ્ર અને રાજયમાં સમાન ગઠબંધનની સરકાર છે અને લોકસભા ચુંટણી ચાલી રહી છે. એવામાં જેડીયુના આ નિવેદનથી રાજનૈતિક ગલિયારામાં હલચલ મચી ગઇ છે. અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે.

(3:41 pm IST)