મુખ્ય સમાચાર
News of Wednesday, 15th May 2019

વારાણસી માટે કોંગ્રેસના વચનો અલગથી ઘોષણાપત્ર બહાર પાડયું

ભાજપે માત્ર દેખાવ માટે ઢંઢેરો જારી કરેલ છે : રાષ્ટ્રીય પ્રવકતા પંખુડી પાઠક

વારાણસી તા. ૧૫ : લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં દેશની સૌથી મોટી હાઇ પ્રોફાઇલ સીટ વારાણસીમાં પણ મતદાન છે. વારાણસીથી છેલ્લી વખતની જેમ આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી લડી રહ્યા છે. જેમની વિરુદ્ઘ કોંગ્રેસના અજય રાય મેદાનમાં છે. કોંગ્રેસ મોદીને આકરી ટક્કર આપવાના પ્રયાસમાં છે. તેથી વારાણસીમાં પાર્ટીએ અલગથી ઘોષણાપત્ર જારી કર્યું છે.

વારાણસી સંસદીય બેઠક માટે મંગળવારે કોંગ્રેસે રાષ્ટ્રીય ઘોષણાપત્રથી અલગ અન્ય ઘોષણાપત્ર જારી કર્યું છે. ઘોષણાપત્ર જારી કરતી વખતે રાષ્ટ્રીય પ્રવકતા પંખુડી પાઠક સાથે પાર્ટીથી વારાણસી ઉમેદવાર અજય રાય પણ હાજર રહ્યા હતા. કોંગ્રેસ તરફથી વારાણસી માટે અલગ જારી કરાયેલા ઘોષણાપત્રમાં ઘણા મોટા વચનો આપવામાં આવ્યા છે.

વારાણસી માટે કોંગ્રેસ તરફથી અલગથી રજૂ કરાયેલા ઘોષણાપત્રને વચન પત્ર નામ આપવામાં આવ્યું છે. ઘોષણાપત્રને જારી કરતા પખુંડી પાઠકે કહ્યું કે ભાજપ ઘોષણા પત્ર જારી કરતું આવ્યું છે પરંતુ તેમણે તેને કયારેય પૂર્ણ કર્યું નથી.

અજય રાય કાશીનાં પુત્ર છે અને તમારી વચ્ચેના નેતા છે. તેમજ વચનો નિભાવી શકે છે તેથી કોંગ્રેસે વારાણસી માટે અલગ વચન પત્ર રજૂ કર્યું છે. માત્ર દેખાવ માટે ભાજપે ઘોષણાપત્ર જારી કર્યું છે. આ વારાણસીના સાંસદ છે પરંતુ તેઓ અહીંની સમસ્યા પર ધ્યાન આપતા નથી.(૨૧.૧૪)

વચન પત્રના કેટલાક મહત્વના વચનો

-   વિશ્વનાથ કોરિડોર યોજનામાં તોડવામાં આવેલા ઘણા પૌરાણિક મંદીરોને પુનર્સ્થાપિત કરવાનું વચન.

-   ગંગાને શુધ્ધ કરવાની યોજનાઓને સમયસર પૂર્ણ કરાશે

-   સાઇબર ટેકનોલોજી ટાઉનશિપનો વિકાસ કરાશે.

-   વારાણસીમાં એઆઈઆઇએમએસ જેવું નહીં પરંતુ સંપૂર્ણ એઆઈઆઇએમએસના નિર્માણની માગણી પૂર્ણ કરાશે.

-   કાશીના પર્યટન ઉદ્યોગને વધુ વિકસાવાશે.

-   ગ્રામીણ વિસ્તારોમાં વિજળીના બિલિંગ માટે ફિકસ સિસ્ટમની પુનઃરચના કરાશે.

-   આહાર પ્રસાધન એકમોની સ્થાપના કરાશે.

-   સાહિત્ય પરંપરાના સંવર્ધન માટે કેન્દ્રિય સાહિત્ય સંશોધન સંસ્થાની સ્થાપના.

(3:49 pm IST)