મુખ્ય સમાચાર
News of Wednesday, 15th May 2019

'ફ્રી હેલ્થકેર': યુ.એસ.માં લોંગ આઇલેન્ડ ગુજરાતી કલ્ચરલ સોસાયટીના ઉપક્રમે ૧૯મે રવિવારના રોજ ન્યુયોર્ક મુકામે કરાયેલું આયોજનઃ સુપ્રસિદ્ધ ફીઝીશીયન્શ તથા સ્પેશ્યાલીટી ફીઝીશીઅન્શ સેવાઓ આપશે

 (દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સી : યુ.એસ.માં લોંગ આઇલેન્ડ ગુજરાતી કલ્ચરલ સોસાયટીના ઉપક્રમે સૌપ્રથમ વાર આગામી ૧૯ મે ૨૦૧૯ રવિવારના રોજ 'ફ્રી હેલ્થકેર'નું આયોજન કરાયું છે.

રેડીસન હોટેલ, ૧૧૦, વેન્ડર બિલ્ટ મોટર Pkwy હૌયુગે, ન્યુયોર્ક મુકામે યોજાનારા આ કેમ્પનો સમય સવારે ૧૦ વાગ્યાથી બપોરે ૩ વાગ્યા સુધીનો રહેશે. જેમાં પ્રાઇમરી કેર માટે સેવાઓ આપનાર ફીઝીશીઅ્નશનમાં ડો. પન્ના શાહ, ડો. સુર્યકાંત પરીખ, ડો. મહેન્દ્ર શાહ, ડો. જીતેન્દ્ર શાહ, ડો. નિલેશ પટેલ, ડો. પારૂલ જાડેજા, ડો. પ્રકાશ પરીખ, ડો. જયેશ મકવાણા તથા ડો. ગીતા પરીખનો સમાવેશ થાય છે. જ્યારે સ્પેશ્યાલીટી ફીઝીશીઅન્શ તરીકે ડો. સોનલ શાહ (ઓપ્થેલ્મોલોજીસ્ટ), ડોકટર્સ નિલેશ એન્ડ પ્રિતી મહેતા (ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ), ડો. દિલીપ ડોકટર તથા મુખરામ ગાજી (કિડની સ્પેશ્યાલીસ્ટ), ડો. દિપીકા ડોકટર (વીમેન્સ હેલ્થ), ડો. રાકેશ પટેલ (કાર્ડિઓલોજીસ્ટ), ડો. મીરા શાહ (ડેન્ટિસ્ટ) તથા સાઇકિયાટ્રિકસ ડોકટર્સ ઉષા તથા પ્રફુલ જોશીની સેવાઓ ઉપલબ્ધ બનાવાઇ છે.

ઉપરાંત ડાયેટિશીઅન્સ ફાર્માસિસ્ટસ, PT/OT ઓપ્ટોમેટ્રિસ્ટ, સાઇકોલોજીસ્ટ તેમજ સેફટી ફોર સિનીઅર્સ સેવાઓ અપાશે.

ઓર્ગેનાઇઝેશનર્સ અને કો. ઓર્ડીનેટર્સ તરીકે ડો. પન્ના શાહ, શ્રી જય શાહ, શ્રી વિજય શાહ, શ્રી બકુલ માટલિયા, સુશ્રી નયના મહેતા, ડો. પ્રકાશ પરીખ, ડો. જીતેન્દ્ર શાહ, શ્રી અમરિશ કચ્છી, સુશ્રી મીના જાડેજા તથા શ્રી અંબાલાલ પટેલ સેવાઓ આપી રહ્યા છે.

લોંગ આઇલેન્ડ ગુજરાતી કલ્ચરલ સોસાયટી એડમિનીસ્ટ્રેશન તથા એકઝીકયુટીવ કમિટી તેમજ સિનીયર ડીવીઝનની સેવાઓ હેલ્થ કેમ્પને સરળતાપૂર્વક સંપન્ન કરાવશે.

કોમ્યુનીટી સેવાઓ માટે વિનામૂલ્યે યોજાનારા આ હેલ્થકેરનો લાભ લેવા સુશ્રી વંદનાબેન મકવાણાની યાદીમાં જણાવાયું છે.

(10:24 pm IST)