મુખ્ય સમાચાર
News of Friday, 15th March 2019

Ph.D. સહીત ઉચ્ચ ડિગ્રી ધરાવતા વિદેશીઓ માટે યુ.કે.માં લાલ ઝાઝમ : વર્ક વિઝા માટે વધુમાં વધુ સંખ્યા ઉપરની પાબંદી દૂર : ભારતીયોને સૌથી વધુ ફાયદો

લંડન : યુ.કે.સરકાર વિદેશીઓ માટેની વિઝા પોલિસીમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી રહી છે.જે મુજબ વિદેશોમાં વસતા તથા Ph.D.જેવી ઉચ્ચ ડિગ્રી ધરાવતા લોકોને વર્ક વિઝા આપવા માટે વધુમાં વધુ સંખ્યા ઉપરની પાબંદી હટાવી લેવાનો નિર્ણય લેવાયો છે.તેથી વિશેષ લાયકાત ધરાવતા ભારતીયોને સૌથી વધુ ફાયદો થશે

ઉલ્લેખનીય છે કે વિશેષ લાયકાત જરૂરી હોય તેવી 54 ટકા જેટલી નોકરીઓ ઉપર ભારતીય મૂળના લોકો છે.હવે આવા તજજ્ઞો માટે વર્ક વિઝા આપવા વધુમાં વધુ સંખ્યા  ઉપરની પાબંદી હટી જતાવધુ સંખ્યામાં ભારતીયો યુ.કે.જઈ શકશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.   

(12:39 pm IST)