મુખ્ય સમાચાર
News of Thursday, 14th March 2019

લુધિયાણાની મતદાર યાદીમાં ર૬પ વર્ષના બે અને ૧૪૪ વર્ષના એક મતદાતાનું નામ

લૂધીયાણા જીલ્લાના ચૂંટણી રેકોર્ડ પ્રમાણે મતદાતા યાદીમાં ર૬પ વર્ષના પુરૂષ અને મહિલા સહિત એક ૧૪૪ વર્ષના મતદાતાનું નામ પણ છે. લુધીયાણા (પૂર્વી) વિધાનસભા ક્ષેત્રની  મતદાતા સુચિમા ઓછામા ઓછા ર૭૩ એવા મતદાતા છે જેમની ઉમર ૧૧૮ વર્ષ દેખાડવામાં  આવી છે. રેકોર્ડ મુજબ યાદીમા ૧૦૦ વર્ષથી વધારે ઉમરના લગભગ ૮૬૩ મતદાતાઓ છે.

(10:45 pm IST)