મુખ્ય સમાચાર
News of Thursday, 14th March 2019

ચીને મસુદ અંગે વીટો વાપરતા નારાજ લોકોએ સોશ્યલ મીડિયા પર રોષ ઠાલવ્યો

''બોયકોટ ચાઇના-બોયકોટ ચાઇનીઝ પ્રોડકટ''ના હેઝટેગ દ્વારા આક્રોશઃ આઇપીએલ ન જોવા, ચાઇનીઝ મોબાઇલ ન ખરીદવાના મેસેજ ટ્રોલઃ ચીનની કમાણી તોડવા સંદેશાઓ વાયરલ

નવી દિલ્હી તા.૧૪: પુલવામા હુમલા બાદ ભારત સહિત આખા વિશ્વના લોકોમાં આતંક વિરૂદ્ધ ખુબ જ ગુસ્સો છે. બીજી તરફ મસુદ અંગે ચીનની ચાલ પછી ભારતના લોકો ખુબ જ વિરોધ કરવા લાગ્યા છે. આતંકી સંગઠન જૈશ-એ-મુહમ્મદના મુખીયા મસુદ અઝહરને લઇને ચીને ફરી એકવાર પોતાનો અસલી ચેહરો દેખાડી દીધો છે.

સંયુકત રાષ્ટ્રમાં મસુદનને આતંકી જાહેર કરવાના પ્રસ્તાવ ઉપર ચીને વીટો વાપરી પ્રસ્તાવને રોકી દીધો હતો. ચીનના આ વલણથી નારાજ ભારતના લોકોએ સોશ્યલ મીડિયા ઉપર ગુસ્સો ઉતારવાનું શરૂ કરી દીધું છે. ફેસબુક-ટ્વીટર જેવા સોશ્યલ મીડિયા ઉપર ગુસ્સો ઉતારવા લાગ્યા છે. ચીનની વસ્તુઓનો બોયકોટ કરવાની પણ જાહેરાત કરી છે.

ચીનના વીટો બાદ ટ્વીટર ઉપર Boycottchina અને Boycottchineseproducts ના હેઝેટેગ સાથે ભારે ટ્રોલ થઇ રહ્યા છે. આ પહેલા પણ ભારત જયારે પણ અઝહરને આતંકી જાહેર કરવાનો પ્રસ્તાવ લાવ્યું છે ત્યારે યુનોમાં ચીને નાલાયકી કરી  જ છે.

લોકોએ ટ્વીટ ઉપર જાહેર કર્યું છે કે આઇપીએલ પણ જ જોતા કેમ કે તેમાં ચીની કંપનીઓ સ્પોન્સર છે. ઉપરાંત લોકો કહી રહ્યા છે કે બીસીસીઆઇએ પણ સખ્ત પગલા લેવા જોઇએ.

ચીની પ્રોડકટને બોયકોટ કરવાના જાહેરાત બાદ સોશ્યલ મીડિયામાં ચાઇનીઝ મોબાઇલના બોયકોટ કરી ન ખરીદવા જણાવી રહયા છે. જેમાં વીવો,ઓપ્પો, હુવાઇ, રેડમી, વન પ્લસ અને જીઓની કંપનીના મોબાઇલ મુખ્ય છે.

એક યુઝરે બોયકોટ ચાઇનાના હેઝટેગ સાથે ટ્વીટ કરી જણાવેલ કે ચીનને પાઠ ભણાવો અને તેની અર્થવ્યવસ્થાને એવો આંચકો આપો જેથી તેની અક્કલ ઠેકણે આવે. કેમકે ચીન વિશ્વમાં જેટલું એકસપોર્ટ કરીને કમાણી કરે છે તેનું પ૦ ટકા ભારતમાંથી કમાઇ છે. ચીનની ૫૦ ટકા કમાણી બંધ કરો.

અન્ય એક વ્યકિતએ પણ લખ્યું છે કે, હાલ આતંકનો પ્રત્યક્ષ સહયોગકર્તા પાકિસ્તાન ભારતના નિશાન ઉપર છે અને લાંબાગાળે પણ છે, એટલે હમણાં તો ચીન સાથે આર્થિક યુદ્ધ ચાલશે.

(3:49 pm IST)